Archive for the ‘હાઈકુઓ અને મુક્તકો’ Category

અમી

એપ્રિલ 23, 2012

(વચ્ચેના બે વાક્યો મોટેરાં પાસેથી ઘણી વાર શિખામણમાં સાંભળ્યાં છે. મેં ઉપર અને નીચે એક-એક વાક્ય ઉમેર્યું.)
(ગાગા ગાલગા લગા| ગાગા લલગા લગા)

જેના હાથમાં અમી તેને દુનિયા ખમી
જેની આંખમાં અમી તેને દુનિયા ગમી
જેની જીભમાં અમી તેને દુનિયા નમી
જેના અંતરે અમી તેની દુનિયા શમી

Advertisements

એજન્ડા

ફેબ્રુવારી 22, 2011

(લખ્યા તારીખ: ફ઼ેબ્રુઆરી ૨૨, ૨૦૧૧)

(છંદ: લગા|ગાલ|લગા)

હડ્ડી-ચામ થવું

ઘણે ગામ જવું

ઠરી-ઠામ થવું

ફરી ધામ જવું

સંસાર છે ચાલ્યા કરે?

જાન્યુઆરી 26, 2011

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૬, ૨૦૧૦)

(છંદ: ગાલગાગા|ગાલગાગા|ગાલગાગા|ગાલગા)

(વૈરાગ્યનો સૂર તે મારો ભારતીય ઉછેર, પાછલો પ્રશ્નાર્થ તે મારી પશ્ચિમી કેળવણી)

હાથ જાશે, હાથ કેરો નાથ જાશે સાથમાં

હાથમાં આવ્યું જશે – સંસાર છે ચાલ્યા કરે?

ધ્યાનનો વ્યાપ

ઓગસ્ટ 30, 2010

(લખ્યા તારીખ: ઑગસ્ટ ૩૦, ૨૦૧૦)

(માહિતીક્રાન્તિ આવતાં અને  ખાસ કરીને સંચારના સાધન તરીકે સેલફ઼ોન ગોઠવાતાં લોકોનું ધ્યાન ટૂંકા અને ટૂંકા સમય માટે જ ખેંચી શકાય છે.

આખ્યાનો ગયાં, ખંડકાવ્યો ગયાં, કાવ્યો અને ગીતો ભુંસાઈ રહ્યાં છે. શે’રથી શે’ર ચાલતી ગઝલની બોલબાલા છે. છેલ્લે શું બચશે?)

ધ્યાનનો વ્યાપ

ઘટતો જ જાય છે

હાઈકુ જીવે?

વામનરહસ્ય

ઓગસ્ટ 16, 2010

એકલ સંકલ્પ તણી ખામી બાકી

માનવો રે! વામન થૈને તમે રહો!

આ જગત ઊભું રહ્યું ઝારી ભરી

ડાંફ સાડા ત્રણ હવે માપવા મંડો!

ફેર

જુલાઇ 5, 2010

ધોધ ’ને ધારા મહીં પછડાટનો તો ફેર છે

’ને મ્હેલમાં-ખંડેરમાં વસવાટનો તો ફેર છે

ટોળા અને સેના મહીં રઘવાટનો તો ફેર છે

’ને હારમાં-સ્વીકારમાં કચવાટનો તો ફેર છે!

જિંદગી

ફેબ્રુવારી 26, 2010

(છંદ: ગાલગા|ગાલગાગા|ગાલગાગા|ગાલગા)

જિંદગી માણવી શું જિંદગી તાણ્યા પછી?

જિંદગી તાણવી શું જિંદગી માણ્યા પછી?

આંખના આંસુ પોતાનાં તમામે ભૂલશો

પારકાં આંસુઓને આંખમાં આણ્યા પછી

બર્બરતાનું મુક્તક

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ફેબ્રુઆરી ૧૯, ૧૯૯૪)

મેં પથ્થરો તોડીને જે મૂર્તિ બનાવી

તેં તે મૂર્તિ તોડીને પથ્થરો બનાવ્યા

તારી છાતી પર છરો નોંધીને પૂછું છું:

“બોલ, આપણા બેમાંથી વધુ બર્બર કોણ છે?”

બર્બરતાનું મુક્તક

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ફેબ્રુઆરી ૧૯, ૧૯૯૪)

શાલિનોએ સમજી છે બર્બરતાને

ઝનૂનથી

નામશેષ કરી દેવાની વસ્તુ!

વર્ષા હાઇકુ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ફેબ્રુઆરી ૧૯, ૧૯૯૪)

ગડ ગડડ

ડ્રાઉં ડ્રાઉં ડરડ

તર-બતર!