નાર તું પદમણી


(લખ્યા તારીખ: ડિસેમ્બર ૦૭, ૨૦૧૮)

(તાલ: હીંચ)

મારાં તો બે તું છોકરાંની મા

મારે તો નાર તું પદમણી!

 

મંડપમાં આપી’તી મને

ડાબી બાજુ બેસાડી

સાબિત થઈ હથેળી જમણી … મારે તો નાર તું પદમણી

 

હતી મીણપૂતળી તે

મજબૂત થઈ થાંભલો

માબાપની ગંગાજળ ઝરણી … મારે તો નાર તું પદમણી

 

ચોવડાયો પ્રેમ જાણે

વ્યાજે ચડાવ્યો હતો

કાયા છો રહી ના નમણી … મારે તો નાર તું પદમણી

 

કો’ક દિ’ તું એન્જિન ’ને

કો’ક દિ’ તું મિકેનિક

કદી ડ્રાઇવરની દોરવણી … મારે તો નાર તું પદમણી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: