મને કોઈએ કહ્યું નહોતું કે


(લખ્યા તારીખ: ડિસેમ્બર ૨૪, ૨૦૧૭)

મને કોઈએ કહ્યું નહોતું કે

જે વડિલોની શાબાશી પામવા હું ઊંધામાથે થતો હતો

તે બધાં ક્યારેક માત્ર ફોટો થઈ ભીંતે ઝૂલતા હશે

કે ખરેખર મારે પ્રોત્સાહનની જરૂર પડશે ત્યારે

અલઝેઇમરના માર્યા મને ઓળખી પણ નહીં શકે!

મને કોઈએ કહ્યું નહોતું કે

જે સમવયસ્કોની સ્પર્ધામાં હું ખરપાયે ગયો હતો

તે બધાં ક્યારેક રિટાયર થશે, થાકશે અને ક્યારેક

અહોભાવથી મારાં વખાણ કરશે ત્યારે

એમની બીજી પેઢી એમનું કશું જ સાંભળતી નહીં હોય!

મને કોઈએ કહ્યું નહોતું કે

જે કુટુંબીઓનાં હૃદયોને મેં મારા હૃદય પર પથ્થર મૂકીને

મારા કઠિન કાળ માટે સાંત્વના આપી-આપીને સાચવેલાં તે બધાં

કઠિન કાળ આવે મને બળ આપવાને બદલે

મારા વધુ ટેકા માટે આમ ટળવળશે!

મને કોઈએ કહ્યું નહોતું કે

માયાના આ યંત્રના નિયમોની કોઈ સૂચિ નથી

કોઈ કદી શું થશે તેની ખાતરીબદ્ધ વાત કરી શકવાનું નથી

અને કાવ્યો ઠાલો બકવાસ છે અને

વિજ્ઞાન પ્રશ્નોને બે ભાગે વહેંચે છે – ગમ્ય અને અગમ્ય!

2 Responses to “મને કોઈએ કહ્યું નહોતું કે”

  1. Pancham Shukla Says:

    Nice.
    Posted on Facebook forum
    https://www.facebook.com/groups/glauk/permalink/1575381162560431/

  2. kalpesh umaretiya Says:

    વાહ ખુબ સરસ અને વાસ્તવિક વાત કહી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: