કૂવા (પ્રથમ ’ગલઝ’)


(લખ્યા તારીખ: ફ઼ેબ્રુઆરી ૦૪, ૨૦૧૩)

(છંદ: ગાગાલગા|ગાગાલગા|ગાગાલગા|ગાગાલગા)

(સર્વપ્રથમ ’ગલઝ’ – ગઝલ નહીં. અહીં રદીફ઼ અને કાફ઼િયાનો ક્રમ ઊલટો છે. “કૂવા” રદીફ઼ “ભળે”, “મળે” વગેરે કાફ઼િયાથી પહેલાં આવે છે.)

(માત્ર પહેલી ગલઝ હોવાનું મહત્ત્વ છે.  આમ તો શે’રોમાં કંઈ દમ નથી. મત્લા દિલ્હીની સામૂહિક બળાત્કારની ઘટનાની અંજલિ સ્વરૂપે લખાયેલો છે.
જેમ જેમ કલમ ઘડાશે તેમ તેમ સારું લખાતું જશે. જોતા રહેજો અને પ્રતિભાવ ખાસ લખજો.)

જો જોબનોની વાસનામાં ઝાળના કૂવા ભળે

તો કામિનીની કાંખમાંહે કાળના કૂવા મળે

જ્યારે મળે ના ઢાંકણી ડૂબી જવાને પૂરતી

ત્યારે ઘણાં ઊંડે ભર્યાં દુઃખો તણા કૂવા ગળે

જોયા નહીં જો હોય આપે હિમ્મતેથી આયના

સસલે બિછાવી જાળ સંગે આપને કૂવા છળે

આઘાં જવું આગોશથી – લાચારતા કેવી હશે?

આઘે જતાં એકાદ ક્ષણમાં ડૂબવા કૂવા મળે

જોવા રહ્યાં, રોવા રહ્યાં, ખોવા રહ્યાં, લ્હોવા રહ્યાં

આ આંખમાં દુઃખો ન જાણે ક્યાંકથી કૂવા કળે!

Advertisements

3 Responses to “કૂવા (પ્રથમ ’ગલઝ’)”

 1. pragnaju Says:

  મક્તા ગમ્યો

  જોવા રહ્યાં, રોવા રહ્યાં, ખોવા રહ્યાં, લ્હોવા રહ્યાં

  યાદ
  સમુદ્રકૂપ એટલે કે સમુદ્રના પાણીથી બનેલો કુંડો. આ સાંભળવામાં જરૂર અજીબ છે પણ આ સાચું છે. અલ્હાબાદમાં એક એવો કુંવો છે, જે હજારો વર્ષ જુનો છે અને હજારો ફૂટ ઊંડો છે. પુરાણોમાં આ વર્ણન મળે છે કે આ કૂવામાં સાત સમુદ્રોનું જળ આવીને મળે છે. હાલમાં આ કૂવો ગંગા કિનારે એક વિશાળ, ઊંચી ટેકરી પર છે.
  આ આંખમાં દુઃખો ન જાણે ક્યાંકથી કૂવા કળે!

 2. dholakiabhai Says:

  જ્યારે મળે ના ઢાંકણી ડૂબી જવાને પૂરતી

  ane

  જોવા રહ્યાં, રોવા રહ્યાં, ખોવા રહ્યાં, લ્હોવા રહ્યાં

  Majaa padi gai savar savar ma..

  Jay Ho…

 3. પંચમ શુક્લ Says:

  ગલઝનો પ્રયોગ ગમ્યો. કૂવાને કેન્દ્રમાં રાખી વિધ વિધ સૂક્ષ્મ ભાવો ઉપસાવી શકાયા છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: