(લખ્યા તારીખ: નવેમ્બર ૨૧, ૨૦૧૨)
(હમણાં અમારા ચાતુર્માસ નિમિત્તે જૂની ૩.૫ ઇંચની ફ઼્લોપીઓ ખાલી કરતાં મને સૂઝેલું કાવ્ય)
યાદ છે, તું રાજ કરતી’તી?
ઘણો લાંબો વખત તું હાથમાં ર્હેતી’તી ફરતી ’ને
ધરી દોઢ એમ.બી.ની નજીવી લક્ષ્મણરેખા આડી
ડૅટાના છદ્મ, છેતરતા, લંપટ, લાલચુઓથી
લજાઈ, લાજ કરતી’તી!
છતાંયે ઘૂમતી’તી ઘોર તું, ફ઼્લોપિકાદેવી
અમારા જીવતરની તું હતી આધાર, ક્હે કેવી!
જરા શી અવગણો જ્યાં, ત્યાં રિસાઈ તું
બધું તારાજ કરતી’તી!
બની આધાર તું થોડો સમય ત્સુનામીનો
ફરી વળ્યો ચોમેર ઝંઝાવાત માહિતીનો
અંગુષ્ઠમાત્ર થમ્બડ્રાઇવથી હવે હારી
જ્યાં સજ્યા તું સાજ કરતી’તી!
Advertisements
ટૅગ્સ: વિજ્ઞાનકેન્દ્રી કાવ્યો
પ્રતિસાદ આપો