આ બ્લૉગ પરથી સારી ગઝલો ક્યાં ગઈ?


તમને યાદ હોય તો આ બ્લૉગ પર “સાંગોપાંગ ગઝલો”ની લિંક નીચે ઢગલાબંધ ગઝલો હતી. તે ક્યાં ગઈ?

ઘટસ્ફોટ કરું તે પહેલાં એક આડવાત.

બ્લૉગ અને પુસ્તકમાં પાયાનો એક ભેદ છે. બ્લૉગમાં તાજું લખાયેલું પહેલાં દેખાય અને પુસ્તકમાં વાસી લખાયેલું પહેલાં દેખાય. અર્થાત્ જો સસ્પેન્સ નવલકથા બ્લૉગ પર લખીએ તો કોણે ખૂન કર્યું તે પહેલું વંચાય! 🙂 આમ, પુસ્તકો લખવા માટે બ્લૉગનું માધ્યમ જરા ટેડું છે.

હવે હું વર્ડપ્રેસના બ્લૉગ પર પુસ્તકાકારે રચનાઓ મૂકતાં હું શીખી ગયો છું. મેં ગઝલોનું દીવાન કાઢવા ધાર્યું છે. આથી બધી સાંગોપાંગ ગઝલોની સાગમટે બદલી કરી નાખી છે – “અમારે આયખે” નામના બ્લૉગ પર. અર્થાત્ અહીં. હજુ એમાં ગઝલો ઉમેરવાનું ચાલુ છે.

બ્લૉગના ચતુર વાચકો જાણી જ ગયા હશે કે દીવાનનું નામ “અમારે આયખે” રાખવાનો વિચાર છે.

આપ એ બ્લૉગ પર પણ પધારો અને ગુજરાતીના પહેલા ઓનલાઇન દીવાનને અને પહેલા ઓનલાઇન તૈયાર થઈ રહેલા પુસ્તકને આશિર્વાદ આપો!

Advertisements

3 Responses to “આ બ્લૉગ પરથી સારી ગઝલો ક્યાં ગઈ?”

 1. પંચમ શુક્લ Says:

  Good wishes from me.

 2. Jayesh Says:

  Hello,
  In one of the blogs where I try to help Anand Rao Lingayat to be online, you had posted a note. Not sure if it reached him but if you have still not been able to reach him, you can reach him at gunjan.gujarati at gmail dot com.

 3. ASHOK M VAISHNAV Says:

  આપના બ્લૉગ પરની પહેલી મુલાકાત દરમ્યાન ટહેલતાં ટહેલતાં, “રચનાઓ મૂકતાં હું શીખી ગયો છું” એ શબ્દસમૂહે કાન સરવા કર્યા [કે નજર ત્યાં અટકી ગઇ].
  આપની ‘નવઆવડત’ વિષે જો આપ બધા વાચકોને વધારે વિગતે જાણ કરશો તો બહુ મહત્વનું પ્રદાન બની રહેશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: