ભડભડ બળતી ચેહ


(લખ્યા તારીખ: માર્ચ ૦૩, ૨૦૧૨)

(છંદ: દોહા: (૧૩+૧૧) * ૨)

(મારા માસ્ટર ડિગ્રીના ગાઇડ ડૉ. સતીશકુમાર મલ્લિકે ફ઼ેબ્રુઆરી ૧૫ના રોજ બેંગળૂરુ ખાતે દેહ છોડ્યો. એ પ્રેમાળ આત્માને બય્યપ્પનહળ્ળી ઇલેક્ટ્રીક સ્મશાને વિદાય આપી.

એમને સાચી અંજલિ તો એકાદ એન્જિનિયરીંગના ચમત્કાર દ્વારા આપી શકાશે. – છતાં મારા દ્વારા એમને અંજલિ… દોહા લખવાના મારા પ્રથમ પ્રયત્ન દ્વારા)

આતમ ઊઘલ્યો આખરે, આરંભિયો અજ્ઞેય

અંજળ સૂક્યા આપણા, ભડભડ બળતી ચેહ!

રાતા રાણા આથમ્યા, પ્રાણે છોડ્યો દેહ

સૂકા સણકે સંબંધ, ભડભડ બળતી ચેહ!

વીલ્યા વંકા હોઠડા, વીત્યો વા’લો નેહ

વાટે આ વસમા વ્રેહ, ભડભડ બળતી ચેહ!

હળવે હંસો હાલિયો, છોડી શ્રેય ’ને પ્રેય

ગમતું ગોતીને ગેહ, ભડભડ બળતી ચેહ!

(અજ્ઞેય = જાણી ન શકાય તેવું; ચેહ = ચિતા; રાણા = સૂરજ; વ્રેહ = વિરહ; શ્રેય = કરવા યોગ્ય; પ્રેય = ગમતું – શ્રેય અને પ્રેય તે યમે કહેલા કઠોપનિષદ્‌માં બે પ્રકારનાં કર્મો છે; ગેહ = ઘર)

Advertisements

3 Responses to “ભડભડ બળતી ચેહ”

 1. Atul Jani (Agantuk) Says:

  તે ગાઈડન્સ મેળવનાર અને ગાઈડ બંને ધન્ય છે કે જ્યાં મેળવનાર અને આપનાર બંને કૃતાર્થ થાય છે.

  આપની એંજીનીયરીંગ ચમત્કૃતિ દ્વારા સાચી અંજલિથી વિશ્વ પણ લાભાન્વિત થશે.

 2. પંચમ શુક્લ Says:

  ‘ભડભડ બળતી ચેહ!’ ની આરંભ અને અંતે પુનુ રુક્તિ.. સાથે અજ્ઞેયનું ગમતા ગેહમાં રુપાંતરણ જન્મ-જ્ન્માંતરની ઘટમાળને ‘એજ’ સુંદર સંદિગ્ધતાથી નિરૂપે છે. સદગતના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના.

  દોહરા (દાદા દાદા દાલદા, દાદા દાદા દાલ)નું સહેજ જુદું (બૃહદ માત્રામેળી) પ્રયોજન પણ ગમી જાય એવું છે.

  એન્જિનિયરીંગના ચમત્કારના ઉલ્લેખ સાથે એ યદ ફરી તાજી થઈ કે મારે તમારી Sci-Fi Novel વાંચવાની બાકી જ છે.

  • pramath Says:

   ભાઈ,
   તમને તમારા ભારત પ્રવાસ દરમિયાન ’પરકાયાપ્રવેશ’ની નકલ ન પહોંચી તે તો મારો જ વાંક!
   કોઈ લંડન આવતું જતું હશે તો તેમના દ્વારા પહોંચાડી દઈશ.અહીં, બેંગળૂરુથી અમને કોઈ સથવારો ઝટ ન મળે લંડનનો! સિલિકોન વેલી હોય તો દિવસના પાંચ જણા જતા હોય.
   હવે વિચાર છે કે નવલકથાને વેબ પર જ ચડાવી દ‍ઉં.
   -’પ્રમથ’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: