તઝમીન – ૧


(લખ્યા તારીખ: નવેમ્બર ૦૪, ૨૦૧૧)

(છંદ: ગાલગાગા|ગાલગાગા|ગાલગા)

(તાલ: દીપચંદી)

(આમાં મત્લા ડૉ. મહેશ રાવલનો છે. બાકીના શે’ર એ ગુજરાતી ગઝલના ઇન્ટરનેટના બાદશાહના કદમોમાં મારી તઝમીનના!)

ધારણા આગળ જતાં બદલાય છે
જેમ, રસ્તા દૂર જઇ ફંટાય છે

પામનારા જખ્મ પંપાળી રહ્યા
માંગનારા દૂરથી પસ્તાય છે!
બાથમાં તો કેટલું બાકી રહે
માંગતાયે ક્યાં બધું મંગાય છે?
હા, હકીકતને અમે છોડી ગયા
સાચથીયે ક્યાં કશું સંધાય છે?
તું કહે તો કલમ શું જગત મૂકું
તો ય તારાં વેણ ક્યાં બોલાય છે?

Advertisements

2 Responses to “તઝમીન – ૧”

 1. ડૉ.મહેશ રાવલ Says:

  ‘પ્રમથ’ભાઈ…..
  મારી ગઝલના મત્લાએ તમને એ મત્લા લઈને ગઝલ લખવા પ્રેર્યા એજ મારા માટે ગૌરવની બાબત છે,પ્રયત્ન પણ સરસ થયો છે-અભિનંદન.
  મારી ગઝલોને આગવા અંદાઝથી બિરદાવવા બદલ આભાર,બસ આપના જેવા મિત્રોના સ-રસ પ્રતિભાવો જ નવી નવી ગઝલો લખવા પ્રેરણા આપે છે –
  જય હો…!

 2. pramath Says:

  અને આપના જેવા સિદ્ધહસ્તોના પ્રોત્સાહનને લીધે મારું ઝીણું ઝરણું વહે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: