મને ખબર નથી (હઝલ)


(લખ્યા તારીખ: ઑક્ટોબર ૧૪, ૨૦૧૧)

(છંદ નથી મળતો. ભલા માણસ! 2Gના લાખો કરોડો રૂપિયાના હિસાબ નથી મળતા, CWGના છેડા નથી મળતા, દાઉદનાં સરનામાં નથી મળતા, સોનિયા ગાંધીની માંદગીનું નામ નથી મળતું ત્યાં તેમાં છંદ બાપડાની શી વિસાત? )

(અલ્યા, હા, કાફ઼િયા ય મળતા નથી – પણ આ દેશમાં કરોડોને એક ટંક ખાવાનું ય મળતું નથી. તો મોટું મન રાખજો અને દરગુજર કરજો.)

(અર્પણ: મનીમોહનસિંઘને! અત્યાર સુ્ધીમાં સૌથી વધુ વિદ્વાન અને સૌથી વધુ અજાણ વડાપ્રધાન આવ્યા. ફટ્‍ છે કે એણે બધી વાર બચાવ કરવો પડે છે: “મને ખબર નથી”.)

2Gનાં નાણાં ક્યાં ગયાં, મને ખબર નથી!

ભૂખ્યાંનાં ભાણાં ક્યાં ગયાં, મને ખબર નથી!

CWG શેં રમાઈ ગઈ, મને ખબર નથી!

શરમ ક્યાં સમાઈ ગઈ, મને ખબર નથી!

કોણ ગયું’તું અમેરિકે, મને ખબર નથી!

કોના પેટમાં શું દુઃખે, મને ખબર નથી!

તેલંગાણા ક્યાં છે ય તે મને ખબર નથી!

દાઉદ કોનું નામ છે, મને ખબર નથી!

ધીરજ શેં ખૂટી તેની મને ખબર નથી!

તિજોરી લૂંટી તેની મને ખબર નથી!

સૂબા થયા સ્વતંત્ર તેની મને ખબર નથી!

કેમ ચાલે છે તંત્ર તેની મને ખબર નથી!

હવે પછી શું થશે, મને ખબર નથી!

આખો દેશ ક્યાં જશે, મને ખબર નથી!

મને નથી ખબરે ય તે મને ખબર નથી!

કંગાલને નથી કબરે ય તે મને ખબર નથી!

Advertisements

4 Responses to “મને ખબર નથી (હઝલ)”

 1. pragnaju Says:

  હવે પછી શું થશે, મને ખબર નથી!

  આખો દેશ ક્યાં જશે, મને ખબર નથી!

  મને નથી ખબરે ય તે મને ખબર નથી!

  કંગાલને નથી કબરે ય તે મને ખબર નથી!
  તમને ખબરે ય ના પડે, પણ તમારી જોડે બોલતાં જ્યાં અમારી ભૂલ થાય ત્યાં અમને તરત ખબર પડી જાય ને તરત તેને ધોઈ નાખીએ. … છતાં એ દોષો કોઈને નુકસાન કરતાં નથી, એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો અમારે રહેલા છે અને તે ય આ કળિકાળની … મારી જે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલ હોય, જે કેવળજ્ઞાનને રોકતી હોય, કેવળજ્ઞાનને આંતરે એવી ભૂલ હોય, તે ભૂલ ‘ભગવાન’ ‘મને’ …..

  • pramath Says:

   તમને ભગવાન યાદ આવ્યા એ સારું કહેવાય. બાકી મારી અંદર તો ચરુ ઊકળે છે.
   આખો દેશ આ સરકારના માણસોએ બોડી-બામણીના ખેતરને માતેલો સાંઢ ચરે તેમ ચરી નાખ્યો અને રખેવાળ ડોસા કહે છે કે “મને ખબર નથી”.
   આ તો આપણો દેશ છે તે ચાલ્યું જાય છે. બીજે ક્યાંક, છાતીસલાઓના દેશમાં, આવું થયું હોય તો અત્યારે મનમોહનસિંઘને ધરતી જાકારો દેવા લાગી હોત.
   ફટ્‍ તો આપણને પણ છે. ગાંધીનું અને સરદારનું નામ લજવ્યું આપણે!

 2. પંચમ શુક્લ Says:

  Very sharp and very appropriate.

 3. પરાર્થે સમર્પણ Says:

  આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

પંચમ શુક્લ ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: