સ્ટીવ જોબ્સનું મૃત્યુ


અમારે કોમ્પ્યુટર વાળાને તો જાણીતો માણસ. બાકીનાને માટે આઇપોડ, આઇપૅડ, આઇફ઼ોન, એપલની પાછળનો હાથ. ફ઼િલમના શોખીનો માટે પિક્સારનો સ્થાપક.

જનમે તે જાય અને ધંધાની સફળતા તે કંઈ માપદંડ નથી. સ્વાદુપિંડનું કેન્સર થયું હોય તો જવાનું લગભગ નક્કી જ કહેવાય. સ્ટીવ જૉબ્સની રીતે દરેકને ધંધો ચલાવવો ન પણ ગમે. એપલ કે પિક્સારપણ કંઈ સર્વગુણસંપન્ન કંપની નથી. દરેક પેઢીમાં રત્નો તો પેદા થતા જ રહે છે. સ્ટીવ જૉબ્સ ગયો પણ બીજા ઘણા છે અને આવશે. સંસ્કૃતિના પેટાળમાં આવા અનેક રત્નો પડ્યા પણ હશે અને ભુલાઈ પણ ગયા હશે.

દુઃખ થાય એક દૃષ્ટા ગુમાવવાનું.

એથી પણ મોટું દુઃખ છે કે એ આટલું બધું માત્ર ૫૬ જ વર્ષમાં કરીને ગયા – અને મને ૪૦ થયાં. એની સરખામણીએ મેં શેક્યો પાપડ ભાંગ્યો નથી.

મર્યાદિત જીવનનો મોહ ન કરવો તે સફળતા હોય કે ન હોય પણ એનું આ રીતે તેલ કાઢી લેવું તે સફળતા છે.

આપણી સંસ્કૃતિમાં આવા માણસો પાકવાના કેમ બંધ થઈ ગયા છે? આપણે કેમ અચાનક અંબાણીઓ કે નારાયણમૂર્તિ કે સલમાન ખાન જેવી અડધી સફળતાને પૂજવા માંડ્યા છીએ? આપણામાં શું ખૂટે છે?

Advertisements

2 Responses to “સ્ટીવ જોબ્સનું મૃત્યુ”

  1. પંચમ શુક્લ Says:

    “મર્યાદિત જીવનનો મોહ ન કરવો તે સફળતા હોય કે ન હોય પણ એનું આ રીતે તેલ કાઢી લેવું તે સફળતા છે”

  2. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) Says:

    દુઃખ થાય એક દૃષ્ટા ગુમાવવાનું…..
    મર્યાદિત જીવનનો મોહ ન કરવો તે સફળતા હોય કે ન હોય પણ એનું આ રીતે તેલ કાઢી લેવું તે સફળતા છે….
    very well said.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: