મક઼બૂલ ફ઼ીદા હુસૈનનું અવસાન – એક કાયર પ્રતિભાની વિદાય


જાણીતા ચિત્રકાર મક઼બૂલ ફ઼ીદા હુસૈનનું અવસાન થયાના સમાચાર સાંભળ્યા.

મને તો ઇમ્પ્રેશનીઝમની અને ક્યુબિઝમની વચ્ચેના તફ઼ાવતની પણ ખબર નથી. એમનાં વખાણ થતાં હોય છે એટલે મારા મતે એ પ્રતિભાશાળી ચિત્રકાર હતા તેટલું ચોક્કસ!

જમણેરી અંતિમવાદીઓએ એમના ચિત્રો પર હુમલો નહોતો કરવો જોઇતો તે પણ પાકું. ખાસ કરીને એનાથી હિન્દુ ધર્મને વધુ નુક્સાન ગયું છે. હિન્દુ આઇકોનોગ્રાફ઼ી (મૂર્તિકલા/ચિત્રકલા) (દેવતાઓની પણ) નગ્નતાની વિરુદ્ધ નથી. એ હુમલા પછી જમણેરી કાર્યકરોએ આપણી આઇકોનોગ્રાફ઼ીના આ મહત્ત્વના પાસાંથી કલાકારોને વેગળા કરી દીધા.

એનો અર્થ શ્રી હુસૈન કંઈ વીર કલાકાર નહોતા. મારા મતે એ કાયર વ્યક્તિ હતા.

એમણે એ હુમલા પછી પોતાના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની આડે છુપાવાની જગ્યાએ પોતાના ધર્મનાં ચિત્રો બનાવી બતાવવાની જરૂર હતી – અને ઇસ્લામ ધર્મનાં ચિત્રો બનાવનારા કોઈને પણ પોતાનો નૈતિક ટેકો જાહેર કરવાની જરૂર હતી.

કદાચ ઇસ્લામ પોતાના સન્માનિત પાત્રોને નગ્ન ચિતરવાની રજા આપવાની ઉદારતા ન પણ બતાવે – અને શ્રી હુસૈને ઇસ્લામિક ચિત્રોમાં નગ્નતા બતાવવી તેવો પણ આગ્રહ નથી. ઇસ્લામમાંથી જ સારા ચિત્રોની પ્રેરણા મળે તેવા અનેક પ્રસંગો તો ઇસ્લામના બિન-અભ્યાસુ એવા મને જ યાદ છે – અને નગ્નતાની ક્યાંય જરૂર નથી:

 • સૂ્ક્ષ્મતર અહિંસા: મહમદ સાહેબ કામ કરતા બેઠા હતા અને અઝાન થઈ. ઊઠવા ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે એમના ઝબ્બાની ચાળ પર બિલાડી સૂઈ ગઈ છે. એમણે કાતરથી પોતાના ઝબ્બાનો ખૂણો કાપી નાખ્યો જેથી નમાજ પણ સચવાય અને બિલાડી પણ ન પરેશાન થાય! [આ વાત હું અવારનવાર મારાં બાળકોને ધર્મનું તત્ત્વ સમજાવવા કરું છું.]
 • શ્રદ્ધા: હજરત રાબિયાનો રોટી ગણવાનો પ્રસંગ
 • વિનમ્રતા: હજરત ઉમર(?)ની મિસરના સૂબા બનવા પહેલાંની બંદગી
 • કરુણા: શહાદતે કરબલા – ઇમામ હુસૈનની શહાદત
 • ચમત્કાર: હલાકુનું બગદાદમાં મૃત્યુ
 • અદ્ભુત રસ: મહમદ સાહેબની યરૂશાલેમ સુધીની મેરાજ
 • વિજય: ક્રુઝેડમાં સલાહુદ્દીનનો વિજય અને તેની રિચાર્ડ પ્રથમ સાથેનો પ્રસંગ ; ઇસ્તંબૂલ પર મહમદ બીજાની જીત
 • પ્રેમ: હુમાયૂં કર્માવતીનો રાખડીનો પ્રસંગ – હુમાયૂં તરફ઼નું ચિત્ર

વિકીપિડિયા પર ઇસ્લામના તૂર્ક ચિત્રોની ભરમાર છે. આથી ઇસ્લામના આધારે ચિત્રો બનાવવા તે ઇસ્લામિક છે જ.  હુસૈન સાહેબના કેટલા ટકા ચિત્રો ઇસ્લામિક પરંપરાને આધારે છે?

પોતાના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે પારકા છોકરા જતિ કરવાનો દંભ એમણે નહોતો કરવો જોઇતો. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની બંદૂક પારકા ધર્મના પ્રતીકોના ખભે શા માટે ફોડવી જોઇએ? જો ભારત અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય આપે છે તો ઇસ્લામ પણ ભારતીય જ છે ને? ચિત્રો ફડાવાના જ હતા અને ગુંડાઓ સાથે બાખડવાનું જ હતું તો ભારતને ઇસ્લામની ભવ્યતાનો પરિચય કરાવીને એવું કરવામાં શો વાંધો? સરવાળે ઇસ્લામ અને ભારત બન્ને સમૃદ્ધ થાત!

મારો શ્રી હુસૈન સામેનો વિરોધ તે મુસલમાનોનો વિરોધ નથી. મારો વિરોધ બૌદ્ધિકોની કાયરતા સામે છે. મારો વિરોધ “તારું મારું સહિયારું પણ મારું મારા બાપનું” જેવા દંભ સામે છે.

જો એ ભારતમાં ટકી રહ્યા હોત અને સાચા અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે લડ્યા હોત તો આજે દેશમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય બે ડગલાં આગળ હોત અને મારા જેવા કેટલા હૃદયના અંતસ્તલેથી એમને શ્રદ્ધાંજલિ આપતા હોત.

નોધ:

હું જમણેરી છું, હિન્દુ છું. મારા મતે ધિક્કાર તે ભૂલ છે. હિન્દુ ધર્મ ધિક્કાર તરફ ઢળશે તો હિન્દુઓનું દુર્ભાગ્ય હશે.

સગર્વ રીતે કહું છું કે  હું ભારતીય મુ્સલમાનોનો ઋણી છું. મને ભારતીય મુસલમાનોએ જ ઉર્દૂ, તબલાં, ગઝલ અને ગણિત શિખવ્યાં છે.

મને ગર્વ છે કે મારા દેશમાં અમીર ખુસરોએ ઉર્દૂ બનાવી અને સુધારખાં ઢાઢીએ તબલાં બનાવ્યા. મને ચાસણીની મિઠાઈઓ ભાવે છે. મને સિવેલાં કપડાં ગમે છે. હું ગઝલો લખું છું. આ બધું ભારતમાં મુસલમાનો ન હોત તો ન આવ્યું હોત.

મારા રૂમ પાર્ટનરો મુસલમાનો રહ્યા છે. ભારતમાં હું મુસલમાન લત્તાઓમાં કેટલાય વરસો રહ્યો છું.

ભારતીય મુસલમાનોને તો છોડો, મારા મિત્રો, પાડોશીઓ, ફ઼ૂટબોલ ટીમના પાર્ટનરો અને સહકાર્યકર્તાઓ પાકિસ્તાની, બાંગ્લાદેશી, ઇન્ડોનિશિયન, ઇરાની, તૂર્ક, અરબ, જોર્ડની, અલજિરિયન મુસલમાનો પણ રહ્યા છે.

Advertisements

2 Responses to “મક઼બૂલ ફ઼ીદા હુસૈનનું અવસાન – એક કાયર પ્રતિભાની વિદાય”

 1. પંચમ શુક્લ Says:

  Good personal analysis. Various views enriches understating of open minded people

  Here is the other view point.

  http://planetjv.wordpress.com/2011/06/09/%E0%AA%A4%E0%AB%82-%E0%AA%95%E0%AA%B9%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%82-%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2-%E0%AA%A6%E0%AB%82%E0%AA%82%E0%AA%B2/

 2. પંચમ શુક્લ Says:

  પૂરક નોંધથી અગાઉ રજૂ થયેલ વિચારોનું વજન વધ્યું છે અને વધુ પારદર્શિતા મળી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: