લિખિત શબ્દનું શ્રાદ્ધ


(લખ્યા તારીખ: જુલાઈ ૨૧, ૨૦૦૮)

(હસ્તલેખન ભુલાતું જાય છે. મેં પોતે છેલ્લે હાથે ક્યારે લખેલું તેની મને યાદ નથી. મુદ્રિત શબ્દ પણ ભુલાઈ જશે. ઇલેક્ટ્રોનિક શબ્દ જીવશે. ઘણી ખમ્મા યુનિકોડને!)

(જ્યારે ૧૯૮૮થી માંડીને લખેલી બધી કવિતાઓ ગયા વરસે આ બ્લૉગ પર ચડાવી ત્યારે માત્ર આ એક જ ખોવાઈ ગઈ હતી. આજે જૂની હાર્ડડિસ્ક સાફ઼ કરતાં મળી આવી. એ આનંદ તો શેં વર્ણવ્યો જાય?)

(સ્મરણ:

असितगिरिसमम् स्यात् कज्जलम् सिंधुपात्रे सुरतरुवरशाखालेखिनीम् पत्रमूर्वी

लिखति यदि गृहीत्वा शारदा सर्वकालम् तदपि तव गुणानामीश पारम् न याति

(श्री पुष्पदंतमुखपङ्कज निर्गतेन शिवमहिम्न स्तोत्रै:)

)

પર્વતો કેરી શાહી કરીને

ખડિયો રત્નાકર બનાવી

પૃથ્વી ઉપર લખતી રહેતી

સરસ્વતીને સાદ કરું છું

લિખિત શબ્દનું શ્રાદ્ધ કરું છું

ગારા ઉપર આંકા પાડી

ક્યુનિફ઼ોર્મ તડકે તપાવી

વળી પથ્થરો ઉપર અમારી

વીરગાથાઓ ભરી છપાવી

માટી થઈને જા માટી! હું

બંધનથી આઝાદ કરું છું!

લિખિત શબ્દનું શ્રાદ્ધ કરું છું

ક્યારેક ચર્મ, ક્યારેક તામ્ર,

ક્યારેક ભીંતો, કાપડ ક્યારેક,

ક્યારેક પેપીરસ, ક્યારેક કાગળ,

અને ગુફાની શિલાઓ ક્યારેક

અંતર સુધી જઈ પહોંચતા

વિચારોને સોગાદ કરું છું

લિખિત શબ્દનું શ્રાદ્ધ કરું છું

ફગાવી કાગળ, શાહી, ખડિયા,

અને તેના પ્રિન્ટર સમોવડિયા,

કદી વીજાણુઓનું નર્તન

કે ધાતુ મધ્યે પરાવર્તન

દેશ વિંધીને, કાળ વિંધીને

ચૈતન્ય આસ્વાદ કરું છું

લિખિત શબ્દનું શ્રાદ્ધ કરું છું

Advertisements

3 Responses to “લિખિત શબ્દનું શ્રાદ્ધ”

 1. પંચમ શુક્લ Says:

  અસિતગિરિના ઔપનિષદીય આરંભથી ભાષાના અંકિત સ્વરૂપને ઐતિહાસિક ઘટનાક્ર્મથી અંજલિ આપતી આ કૃતિ લિખિત/મુદ્રિત શબ્દનું ગરિમાપૂર્ણ શ્રાદ્ધ કરી યુનિકોડ દ્વારા નવ્ય ઉપનયન પણ કરે છે.

 2. Daxesh Contractor Says:

  માટી થઈને જા માટી! હું
  બંધનથી આઝાદ કરું છું!
  લિખિત શબ્દનું શ્રાદ્ધ કરું છું …

  સુંદર ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: