નાથિયો અને નાથાલાલ


(લખ્યા તારીખ: જાન્યુઆરી ૦૫, ૨૦૧૦)

(તાલ: કહરવા)

(જાણીતી કહેવત – પણ નાથિયો જુદો અને નાથાલાલ જુદા)

(“મને નાણે” = “મારી પરીક્ષા કરે”)

(સ્મરણ:’સહસ્ર ફેણાં ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો’ – નરસિંહ મહેતા)

(હસ્ત (હાથિયો) નક્ષત્રમાં મેઘ ગાજે વધુ અને વરસે થોડા)

હું નાણા વગરનો નાથિયો

મને નાણે નાથાલાલ રે!              હું.

એકડા વિનાના મીંડાં રહ્યાં ’ને

દાળભાત માટે ભાત ગઈ

હું પાડ્યા વગરનો સાથિયો

મને માણે નાથાલાલ રે!              હું.

આ નકરા નગારખાનામાં

વગાડું છું મારી તતૂડી

હું ગાજ્યા વગરનો હાથિયો

મને જાણે નાથાલાલ રે!             હું.

 

 

Advertisements

5 Responses to “નાથિયો અને નાથાલાલ”

 1. પંચમ શુક્લ Says:

  પૂર્વ ભૂમિકા કે પ્રવેશ કૃતિ માટે ઉપયોગી સાબિત થાય છે. હળવા કટાક્ષો દ્વારા રસનિષ્પત્તિ. સરસ કૃતિ.

  મને એક શેર યાદ આવ્યો…

  ક્યાં ચાલતું કોઈને પણ કદી,
  નાણા વિનાના એ નાથા વગર.

  આખી ગઝલ: http://spancham.wordpress.com/2010/01/01/chakkar_narata/

  • pramath Says:

   પંચમભાઈ,
   વાત સાચી પકડી. “નાથ”ભાવ અને “દાસ”ભાવ એ દ્વૈતનાં મૂળ છે.
   અહીં ’નાથિયો’ તે ’નાથ્યો’ અથવા ’નથાયેલો’, પાશમાં બંધાયેલો પશુ, નંદી, આત્મા છે. શંકરાચાર્ય તેને મોહિત બુદ્ધિ સ્વરૂપે પણ જોવત.
   નાથાલાલ તે તેને નાથનારો પશુપતિ અથવા શ્રીનાથ છે. શંકરાચાર્ય તેને દૃષ્ટા સ્વરૂપે પણ જોવત.
   સમગ્રતયા આ આખું નાટક, આ આખો પ્રપંચ અનિર્વચનીય લાગે છે. અરે, એ વિરોધાભાસથી ભરપૂર પણ લાગે છે.
   ત્યારે હળવી ભાષા જ વાપરવી પડે ને? 🙂

 2. યશવંત ઠક્કર Says:

  હવે અમારે શું કહેવાનું રહ્યું?
  વાહ! 🙂

  • pramath Says:

   યશવંતભાઈ,
   કશું કહેવા જેવું ક્યારેય ક્યાં હોય જ છે? મન મસ્ત હુઆ તો ક્યૂં બોલે?
   હા, આ કાવ્યમાં મને એક વધુ વાત પર પ્રકાશ પાડવાનું મન થાય છે. મને આ કાવ્ય સૂઝ્યું કઈ રીતે?

   સુતરાઉ કાપડમાંથી આપણી (સિંધુ-સરસ્વતીની) સંસ્કૃતિ ધમધોકાર કમાતી હતી. આથી એક સમયે રૂની પુણી તે મોટી પુંજી ગણાતી હોવી જોઇએ.
   મારી સમજણ પ્રમાણે તે સમયે પણ બોલાતી તમિળ ભાષામાં આજે પણ “પુણ્ય” ને “પુણીય” લખાય છે.
   અને મને યાદ આવ્યું કે આપણે “પુણ્ય”ને “કમાણી” કહીએ છીએ. આ શબ્દ “પુણ્ય”નો ઉદ્ભવ તમિળમાંથી તો નથી થયો?

   પછી મને એમ થયું કે મારી પાસે “કમાણી” ક્યાં? હું તો તદ્દન નાથિયો છું!

   તેના પરથી મને કાશ્મિર અદ્વૈતના હિસાબે ”નાથાલાલ’ યાદ આવ્યા. [કાશ્મિર અદ્વૈતના ’નાથાલાલ’ તે શંકરાચાર્યના શાંકર અદ્વૈતના ’નાથાલાલ’ કરતાં જુદા! એ ચર્ચા પંચમભાઈને આપેલા પ્રતિભાવમાં છે જ :-)] [તમિળ શૈવ સિદ્ધાંતો કાશ્મિર અદ્વૈતને ઘણા મળતા આવે છે.]

   પછી થયું કે આ નાથિયા અને એ નાથાલાલ વચ્ચે શો સંબંધ? નાથવાનો અને નાણવાનો!

   એમાંથી સૂઝ્યું કે જાણીતી કહેવતનો “નાણે નાથાલાલ” વિભાગ તે તો શ્લેષ છે. એ શ્લેષ પકડી લીધો તો આ હળવું-ભારે ગીત રચાયું.

   આ ગીતની સફળતા ક્યારે? જ્યારે આ બધામાંથી કશું જ ન જાણનાર (અને ન જાણવા ઇચ્છનાર) કિશોરોને પણ ગાવું ગમે તે! 🙂 [ટેક્નોલોજીનું માણસ છું ને? સાબિતી વિના તો કેમ ચાલે?]

   -’પ્રમથ’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: