ગહેકતો મોરલો, મહેકતું માણસ


ગઈકાલે ગુજરાતી સંસ્કૃતસમાજે એક ગહેકતો મોરલો અને મહેકતું માણસ ગુમાવ્યું! સ્વ. દિલીપ ધોળકિયા હવે નથી.

મીઠપવાળા માનવી જ્યારે આ જગ છોડી જાશે,

કાગા એની કાણ ઘરોઘર મંડાશે!

એમનો પ્રત્યક્ષ પરિચય મને મારી દસેક વરસની ઉંમરે થયેલો. એમને [ અને એમના કનિષ્ઠ પુત્ર (અને જાણીતા સંગીતકાર) રજતભાઈને અને ઉદય મઝુમદારને] મેં આશરે ત્રણેક કલાક એમના એક કૌટુંબિક પ્રસંગે સાંભળ્યા. ત્યારે મને લાગેલું કે ભરે ઉનાળે અષાઢ જામ્યો છે અને મોરલા ટહૂકે છે. – પણ એતો કલાકારની કલા.

મીઠપ ખાલી ગળે તો ઘણાને વસે છે. આ વ્યક્તિ એથી આગળ કેટલાય ગણી મીઠપ ભરીને આવેલી તેનો પરિચય તે પછી મને અવારનવાર થતો રહ્યો.

૧૯૯૨માં ગાંધીનગરમાં અક્ષરધામનું ઉદ્ઘાટન થયું ત્યારે આખા સંગીતસમારોહની વ્યવસ્થા એમના શિરે. એ સમયે હું ગાંધીનગર હતો – જીવન શરૂ કરતો હતો. આવડા મોટા સમારોહની જવાબદારીમાંથી સમય કાઢી, ગાંધીનગરના બીજા છેડે મારી આઠ બાય દસની રૂમમાં એ આવ્યા, જમ્યા, આશિર્વાદ આપ્યા અને કલાકો વાતો કરી. આવી સાલસતા મેં બહુ ઓછી વિભૂતિઓમાં દીઠી છે.

ત્યારે મને ખરેખર સમજાયું કે “કરારવિંદભૂધરં સ્મિતાવલોકસુંદરં” એટલે શું? ઈશ્વરતત્ત્વ “ભૂધર” છે. મોટાં મોટાં કામ સંભાળે છે. છતાં તે “કરારવિંદ” – કોમળ છે અને “સ્મિતાવલોકસુંદર” છે. માટે જ તેના સામીપ્ય પામેલા અને સારૂપ્ય તરફ઼ જતા ભક્તો પણ આવા થતા જાય છે. અક્ષરધામના ઉદ્ઘાટનની વ્યવસ્થાનો આજે પણ દાખલો દેવાય છે – અને છતાં સ્વ. દિલીપભાઈની પાસે મારી પાસે આવવાનો સમય હતો!

એ પછી સ્વ. દિલીપભાઈની સાથે અલપઝલપ સંપર્ક રહ્યો.

હમણાં – એક માસ પહેલાં મારે અડધી રાતે અચાનક જ તેમના (એમના જ્યેષ્ઠ પુત્ર કંદર્પભાઈના) અમદાવાદના ઘરે જવાનું થયું. મારી બેલ સાંભળીને એ નેવું વર્ષનો જુવાન ડોસો બારણું ખોલવા ધસી આવ્યો – અને હસીને આવકાર આપ્યો.

નવાઈ તો ત્યાં કે એ મને વગર ઓળખાણ આપે જ ઓળખી ગયા અને મારા તાજામાં તાજા સમાચારોથી એ વાકેફ઼ હતા! આ વાત મારા હૃદયમાં બેસી ગઈ. મારાથી પચાસ વરસ નાનો અને મારા કરતાં નગણ્ય સિદ્ધિ મેળવનારો માણસ અડધી રાતે અચાનક મુલાકાત લે તો મને તેના છોકરાંના નામ યાદ આવે? શું મારી અંદર એટલી સહૃદયતા છે?

સ્વ. દિલીપભાઈને તો સામીપ્ય મળી ગયું. મને દિલીપભાઈ એક આદર્શ અને ધ્યેય આપીને ગયા છે. હું એમની જેમ “કરારવિંદભૂધરં સ્મિતાવલોકસુંદરં” થઈ શકીશ કે કેમ?

હું પ્રયત્ન કરીશ, દિલીપભાઈ!

Advertisements

One Response to “ગહેકતો મોરલો, મહેકતું માણસ”

  1. પંચમ શુક્લ Says:

    ખરા હૃદયથી અપાયેલી આ અંજલિ દિલને અડી જાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: