આ રસોડું – કતલખાનું!


(લખ્યા તારીખ: નવેમ્બર ૦૩, ૨૦૧૦)

(સ્મરણ: શંકરાચાર્ય – अहम् भोजनम् नैव भोज्यम् न भोक्ताः )

આ રસોડું – કતલખાનું!

ન જાણે ક્યારે એ બંધ થવાનું?

ચણામાંથી દળાવાનું,

વેસણમાંથી ગુંદાવાનું,

કણકમાંથી તળાવાનું,

સેવમાંથી શાક થવાનું!

– છોડ થવાનું છોડી, રણછોડના ભોગ થવાનું!

આ રસોડું – કતલખાનું!

ન જાણે ક્યારે એ બંધ થવાનું?

શિરામણ, જમણ, વાળુ રાંધવાનું!

સવારના પાંચથી રાતના નવ સુધી

વગર પંખે તપવાનું!

“આજે દાળમાં મીઠું નથી”થી માંડી

“મારી બા તો બહુ સરસ લાડુ બનાવતી!” એવું એવું

હસતા મોં એ સાંભળવાનું!

અગિયારસને, ડાયાબિટિસને અને ગમા-અણગમાને

યાદ રાખવાનું!

– છોડી થવાનું છોડી, અન્નપૂર્ણા બની રહેવાનું!

આ રસોડું – કતલખાનું!

ન જાણે ક્યારે એ બંધ થવાનું?

કઠોળ ન ઉગાડે દેશ અને

બિલ મારે ભરવાનું!

રોજ અને ભવિષ્ય માટે

કેવા-કેવા સાથે માથું ફોડવાનું?

દિવસમાં ચાર કલાક તો

ટ્રાફ઼િકમાં આથડવાનું!

દેવનું, ગુરુનું, મા-બાપનું,

બાળકોનું અને વૃદ્ધાવસ્થાનું કાઢવાનું!

વરસે એક સાડી પ્રેમથી એ માંગે ત્યારે

“છોકરાં ભૂખે મરશે ત્યારે?” કહી

આપણા જ મનને મારવાનું!

– સઘળું છોડી, સો વરસ ચલાવવાનું!

આ રસોડું – કતલખાનું!

 

 

Advertisements

5 Responses to “આ રસોડું – કતલખાનું!”

 1. પંચમ શુક્લ Says:

  શંકરાચાર્યના સ્મરણથી આખી કવિતા વધુ ઉઘડી.

 2. valli lakhani Says:

  realy ghanuj sunder hope we get regularly thanks mubarakbad for deewali and new tear lakhani

 3. chandravadan Says:

  Rachhodaa vishe….
  Nice Rachana !
  The Feelings expressed in a “joking” manner !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL READERS of this Blog to my Chandrapukar ! HAPPY DIWALI ..& HAPPY NEW YEAR to ALL !

 4. himanshupatel555 Says:

  સરસ કાવ્ય, પંચમભાઈએ કહ્યું તેમ શંકરાચાર્યના સ્મરણથી આખી કવિતા વધુ ઉઘડી.
  અગિયારસને, ડાયાબિટિસને અને ગમા-અણગમાને
  યાદ રાખવાનું!…નમ્ર હાસ્ય ગ્મ્યું….
  http://himanshupatel555.wordpress.com

 5. યશવંત ઠક્કર Says:

  છોડી થવાનું છોડી, અન્નપૂર્ણા બની રહેવાનું..
  આવા અનેક ચકારાઓથી ભર્યું ભર્યું કાવ્ય ગમ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: