નાનું ફૂલ ફટાયો


(લખ્યા તારીખ: ઑક્ટોબર ૨૨, ૨૦૧૦)

(જેને બે દિકરા હોય – અને કવિતા વાંચી શકે તેટલા હોશ બચ્યા હોય, તેને નાના દિકરાનો આ સંવાદ ગમશે)

(તાલ: કહરવા)

હું છું નાનું ફૂલ ફટાયો, ઘરનો બીજો લાલ

ભૂલી જાત તમે મને – તે મારું નોખું વ્હાલ!

બેને બદલે ત્રણ મોટેરાં રાખે મારું ધ્યાન

પજવું મનભર પાટવીજીને, મારી નોખી ચાલ!

બચપણ મારું બમણું મોટું, દાદાગીરી તમણી

ડહાપણ ચારગણું રાખું ’ને હસતા રાખું ગાલ!

રડવે પહોંચું, સહેજે વહેંચું, નવગણા તો નખરાં

મા-બાપાને લાગું મીઠો, રવી સમો હું ફાલ!

રવી = શિયાળાના પાકની, વર્ષની બીજી મોસમ

Advertisements

3 Responses to “નાનું ફૂલ ફટાયો”

 1. યશવંત ઠક્કર Says:

  રચના ગમી.
  મોટા ભાગે આવું જ હોય છે.
  પણ નાનાને સહન કરવાનું આવે એવા અપવાદો પણ હોય છે.

  • pramath Says:

   યશવંતભાઈ,
   ક્યાંક કવિતા લખવામાં કચાશ રહી ગઈ લાગે છે.
   હું તો અમારા નાના ટેણિયાને ઉજવતો હતો!
   કવિતાનો હેતુ હતો: નાનું ભાંડરું પામવું તે સદ્ભાગ્ય છે, મોટું ભાંડરું પામવું તે પણ સદ્ભાગ્ય છે.
   સહન કરવાનો કોઈ ભાવ ઇચ્છ્યો તો નહોતો – મોટા તરફથી કે નાના તરફથી.

 2. પંચમ શુક્લ Says:

  હું છું નાનું ફૂલ ફટાયો- થી ઓચ્છવનો સંકેત મળે છે. ઝીણા અવલોકનોને સુગ્રથિત રીતે મૂક્યા છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: