મૃત્યુની ગઝલનુમા નઝમ


(લખ્યા તારીખ: ઑગસ્ટ ૦૩, ૨૦૧૦)

(છંદ: ગાલગાગા|ગાલગાગા|ગાલગાગા|લલલગાગા)

ડાળ પેલી જે ફળેલી ઝૂકવાનો સમય આવ્યો

જીવતર કેરા સમંદર સૂકવાનો સમય આવ્યો

બાળગીતો, વીરગાથા, પ્રેમગીતો સકલ પૂરાં

ડૂસકાં ’ને મરસિયાં ’ને ઠૂઠવાનો સમય આવ્યો

મેંશ થોડી, જ્યોત થોડી એમ દીપક સળગતો’તો

તેલ ખૂટ્યું વાટને પણ ખૂટવાનો સમય આવ્યો

જિંદગીભર હાથમાંહે ભાગ્યરેખા સરસ દોરી

હાથ ખુલ્લા બંધ મૂઠી ખૂલવાનો સમય આવ્યો

રાત કાળી દોડતી’તી, ખેલતો’તો સપન હોળી

જો! અરુણા આભ સાથે ઊઠવાનો સમય આવ્યો

 

(નોંધ: કોઈને માટે આ નઝમ વાપરવાની થાય તો ’મેંશ થોડી, જ્યોત થોડી’ની જગ્યાએ ’મેંશ થોડી, જ્યોત ઝાઝી’ તેમ કહેવું.)

Advertisements

6 Responses to “મૃત્યુની ગઝલનુમા નઝમ”

 1. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ Says:

  ‘જિંદગીભર હાથમાંહે ભાગ્યરેખા સરસ દોરી
  હાથ ખુલ્લા બંધ મૂઠી ખૂલવાનો સમય આવ્યો’

  સુંદર લય,સુંદર પકડ,સુંદર વાત….!

 2. Dilip Gajjar Says:

  ખુબ ગમી આપ્ની ગઝલ..ખુબ વેધક વરમૂં સત્ય છે મ્રુત્યુ નિસ્ચીત છે બધાનું

  રાત કાળી દોડતી’તી, ખેલતો’તો સપન હોળી

  જો! અરુણા આભ સાથે ઊઠવાનો સમય આવ્યો

 3. યશવંત ઠક્કર Says:

  બાળગીતો, વીરગાથા, પ્રેમગીતો સકલ પૂરાં

  ડૂસકાં ’ને મરસિયાં ’ને ઠૂઠવાનો સમય આવ્યો

  … ધન્યવાદ. અનોખું.

 4. krishnakant Buch Says:

  I am greatful to Vipoolbhai who allowed blog link via Spancham ji in 26th December 2010 issue.
  Ecellent, some more awaited

 5. 2010 in review « મૌલિક ગુજરાતી સાહિત્ય Says:

  […] મૃત્યુની ગઝલનુમા નઝમ August 2010 5 comments 5 […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: