માર્યું


ભરડી માર્યું

મીઠા ઝાડનું મૂળ

કરડી માર્યું

(પઠન:

ભરડી માર્યું મીઠા ઝાડનું મૂળ

મીઠા ઝાડનું મૂળ કરડી માર્યું)

કઠોરતાને

ભટકાડી દર્પણ

તરડી માર્યું

સીધી વાતનું

વતેસર કરીને

મરડી માર્યું

ઉજળા મોંના

મીઠા સગપણને

ખરડી માર્યું

હાઇકુદેહે

ગઝલનો ધખારો

-ઘરડી માર્યું!

Advertisements

ટૅગ્સ: ,

3 Responses to “માર્યું”

  1. Pancham Shukla Says:

    પ્રયોગ તો ગમ્યો. સાથે જે શબ્દો પ્રયોજ્યા છે એ પણ ગમ્યા.

    • pramath Says:

      આપે આખી કેટેગરી વાંચી? મારાથી આઠેક જેટલી રચનાઓ લખાઈ શકી છે. આ કેટેગરી વાંચી જવાથી આ સાહિત્ય પ્રકારથી શું થઈ શકે તે આપ સુઝાડી શકશો.
      મને ખાતરી છે કે ’પિત્ઝા ઢોકળાં’ શોધીને અપનાવી લેનારા ગુજરાતીઓમાં કોઈ તો એવો પ્રતિભાશાળી કવિ પાકશે જે આ પ્રકારને આગળ લઈ જશે.
      ટૂંક સમયમાં હું આ સાહિત્ય પ્રકારના નિયમો પણ અપલોડ કરીશ. બ્લૉગ જોતા રહેજો!

  2. પંચમ શુક્લ Says:

    ૧૭ અક્ષરને
    ૫ – ૭!
    ૭! – ૫

    પ્રમાણે ગોઠવી વચલા સાતને (૭!)ને બેવડાવી ૧૨ અક્ષરની બેય મિસરામાં સંતુલિત અક્ષરમેળ પંક્તિઓ બને છે. કાફિયા અને રદીફ પણ છે.

    વધુ ચીવટવાળા એમાં અરૂઝમાન્ય કોઈ ગણ પણ ઉપયોગમાં લઈ શકે.

    પ અક્ષર માટે- ૫ થી ૧૦ માત્રા
    ૭ અક્ષર માટે- ૭ થી ૧૪ માત્રા

    હા, હાઈકુ ગઝલના પ્રયોગ વર્ષો પહેલા થઈ ચુક્યો છે. મને યાદ છે ત્યાં સુધી મનોજ ખંડેરિયાએ હાઈકુ ગઝલો આપી છે. પણ તમારો પ્રયોગ જુદો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: