પ્રાર્થના


(લખ્યા તારીખ: ૧૯૯૦)

(આ મગતરાનું લખાણ. સારું વાંચવું હોય તો  રા.વિ. પાઠકનું “પ્રભુ, જીવન દે!” વાંચો)

સમ છે તને ઓ વહાલા, જો ન આપ સમસ્યાઓ

વિષમ છે વાત કરવી જો સંગે ન આપ તપસ્યાઓ

નથી જોઇતાં સિદ્ધ થયેલાં એમ’નેમ ગુલાબી શમણાં

શક્તિ પરસેવે નીતરો, રક્તે રંગાઓ મારાં લમણાં

આપજે પડકાર એવા કે જેને પહોંચી ન શકું

ન આપજે થડકાર એવા જેથી ઝીલી ન શકું

ન ધાક હો, ન થાક હો, હો ભલે અનંત રસ્તો

એમ તો ઝીનોના સસલાનો ક્યાં માર્ગ છે સસ્તો?

ન માંગું ઘેન હું એવું, ન માગું ચેન હું એવું

ન દેજે મૂર્ખતા એવી કે ન સમજું છે સમસ્યા શું

હારું, મરું, થાઉં કલંકિત છે સર્વ કબૂલ મને

ન હરગિઝ દે જે કાયરતા, છે બોલ, મંજૂર તને?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: