પરપોટો


(લખ્યા તારીખ: ૧૯૯૨)

(અર્પણ: કબીરને – ’માનવજીવન બુદબુદા’ – પણ જરા જુદી રીતે. એ જમાનાના વણકરો ભૌતિકશાસ્ત્ર અને પૃષ્ઠતાણ નહોતા ભણતા)

મર્યાદાનો પરપોટો – એમાં પુરાયેલ હું

જોઈ શકું ’ને જાવા ધારું પાર ન નીકળી શકું

બંધન ગણો તો કાંઈ નહીં – છૂટથી હરવું-ફરવું

પળે પળે વળી ક્ષેત્ર વધે અને વધતું દૃષ્ટિક્ષેત્ર

ફરતી ચારેકોર હવા અને પાણીમાં ખૂબ તરવું!

કાયમ હાથ પડે હેઠા, ફાડી દિવાલ પાર નીકળવું

મને નડું છું હું – મને અડું છું હું

મારી આગળ, પાછળ, ઉપર, નીચે, આજુ-બાજુ હું!

મારે છે તૂટવું, ફૂટવું અને ઊડવું ચારેકોર

વિખરાવું, થઈ દરિયો પથરાવું!

પણ બંધાયો હું મુજથી – મને જ પકડી રાખું

મારી ઢાલ બનાવી મને, મારાથી જ બચાવું

ચારેકોર પ્રતિબિંબો મારાં નાના-મોટા પરપોટે

ન કોઈ શકે તોડી કોઈની હથેળીઓ

સૌની હથેળીઓ હવાની દિવાલની આરપાર

સ્પષ્ટ પણે દેખાય પ્રયત્ન કરતી

મર્યાદાઓ અમર્યાદ, સંપૂર્ણ ગોળા જેવી

ન ખૂણો, ન ખાંચો, ન અસ્પષ્ટ, તદ્દન પારદર્શક!

નર્યો પરપોટો!

ન તૂટી શકે, ન ફૂટી શકે, બસ રહે જ રહે!

અંદરની હવા તોડી ન શકે, બહારનું પાણી ખોલી ન શકે

પરપોટો – નાજુક વજ્ર જેવો

મર્યાદાનો પરપોટો!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: