(લખ્યા તારીખ: જૂન ૨૦, ૧૯૯૫)
(તાલ: રૂપક)
(હૈદરાબાદ-સિકંદરાબાદના હુસૈનસાગર તળાવના કાંઠે એક રમણીય સાંજે રચાઈ)
અળતામાં ડૂબેલ સૂર્ય આ હળવે ત્યહીં ગળકી જશે
મદન પુષ્પધનુ મહીં મીઠો શબ્દ કો’ રણકી જશે અળતામાં.
રિસાઈ જો મુજ વાતથી પણ વાત સાચી એ જ છે
મુજ વાત કેરી છાલકે તારા બંધ હોઠ મલકી જશે અળતામાં.
બની ન હોત જો રજની તો શું થાત આ પ્રણય તણું
વિચારી જો ત્યાં પ્રભાતનાં મીઠાં સ્મરણ ત્યાં ઝળકી જશે અળતામાં.
કમાન કેરી તાણથી ઘડિયાળ છો દોડ્યા કરે
સાચું કહું વા’લુડી આપણ સમય ત્યાં અટકી જશે અળતામાં.
Advertisements
પ્રતિસાદ આપો