હાલકડોલક છું


(લખ્યા તારીખ: ડિસેમ્બર ૧૯, ૧૯૯૨)

(અછાંદસ)

(મત્લા ક્યારેય ન લખાયો)

ઝૂલું છું ક્યારેક આશામાં અને ક્યારેક નિરાશામાં

ભલે ગેલિલિયોનો હઈશ, છતાં હું લોલક છું

બોલું છું સતત, ક્યારેક ડાબે અને ક્યારેક જમણે

ભલે લાગું વ્રજવાણીમાં, છતાં હું ઢોલક છું

ન જાણે કેવા વિચારવિચિઓ વહે છે મુજ મહીં

ક્યારેક લાગે છે વિભુ છું, ક્યારેક ક્ષુલ્લક છું

નથી જમીન પર, ભલે હોઉં પુષ્પકવિમાનમાં

કે મનુની નાવમાં, પણ હાલકડોલક છું

આશા-નિરાશાની રેખા પર લાંગ્રાંજ બિંદુએ

અટક્યો ત્રિશંકુ – હું રાજા કે ગોલક છું

Advertisements

One Response to “હાલકડોલક છું”

  1. vimal agravat Says:

    પ્રયત્ન શરૂ રાખજો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: