પોતાને હાલરડું


(જુલાઈ ૨૮, ૧૯૯૮)

હવે બહુ થાકી ગયો, ઘોર નિદ્રામાં સરી જવા દે!

કાલે ઊઠવું નથી, કાંઈ પૂછવું નથી,

ઘેઘૂર ઘેને સરી જવા દે!

હસતા ચહેરા, માગતા ધ્વનિ,

દોડતી દુનિયાથી દૂર સરી જવા દે!

છોલાયેલ હૃદય, ખોવાયેલ ઘાવો,

દબાવેલ ભાવો પ્રગટવા દે

કોઈ સાંભળે, સંભાળે,

જખમોને પંપાળે,

હુંફાળે માળે સરી જવા દે!

Leave a comment