સપનાંની ભારી


(લખ્યા તારીખ: નવેમ્બર ૧૧, ૨૦૦૧)

(તાલ: દાદરા)

કોઈ સપનાંની ભારી ખરીદો,  કોઈ સ્વર્ગની બારી ખરીદો!

જિંદગીભર ઊંચકીને થાક્યો, હવે તમારી વારી, ખરીદો!                          કોઈ.

એ મહેક્યા કરે છે ખાસું, રાતદિન એ પીવે છે આંસુ

ભર્યાં ફૂલ છતાં છે ન હળવી, એવી સપનાંની ક્યારી ખરીદો!          કોઈ.

જાત કાદવથી કરતી એ અળગી, શ્વાસશ્વાસની પાંખે છે વળગી

જીવનની સફળતાની ચાવી શી ગંગા એ ખારી ખરીદો!                              કોઈ.

હા, કવચ એ છે મારી ’ને કુંડળ, છે કાલી શી સુંદર-ભયંકર,

થોડી લાગે છે માઠી ’ને મીઠી, થોડી નરસી ’ને સારી, ખરીદો!            કોઈ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: