શિક્ષક


(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૭, ૧૯૯૪)

(અછાંદસ)

નિર્બળ ખભા પર એટલાસનો ભાર ધરીને

અવાજહીન ગળામાં જગભરના સંસ્કાર ભરે જે

સમાજની મા હોવા છતાં જે ખુદ છે નમાયો

નાનકડી આંખોમાં રહે છે આકાશ શો છવાયો

દિમાગી દ્વારની સીમસીમ ચાવી વાળો અલીબાબા

સફેદ પારસમણિ હાથે, પાછળ કાળું કાબા

અમૂર્ત સંકલ્પનાઓ શિખવતી સાધારણ મૂર્તિ

યુટોપિયાનો ખલાસી, શારદ-માનવ-પૂર્તિ

પશુમાંથી માનવ બનાવતી સાંકળ આ જંગમ

શિક્ષક – શિસ્ત, ક્ષમા, કરુણા તણો સંગમ!

Advertisements

5 Responses to “શિક્ષક”

 1. mysarjan Says:

  very good
  umasheth
  my blog : http://mysarjan.wordpress.com
  http://abhigamweblog.wordpress.com

 2. યશવંત ઠક્કર Says:

  દિમાગી દ્વારની સીમસીમ ચાવી વાળો અલીબાબા…
  કાવ્ય ગમ્યું.
  વર્ષો પછી શિક્ષક સ્મૃતિપટ પર આવે છે ત્યારે સાથે સાથે જાણે આખે આખો વર્ગ લેતા આવે છે! ને લેતા આવે છે સમયની એ નોટબૂક કે જેમાં આપણે હોંશે હોંશે જવાબો લખ્યા હતા!

 3. પંચમ શુક્લ Says:

  શિક્ષકની લાક્ષણિકતાઓ સરસ રીતે રજૂ કરી છે.

 4. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) Says:

  પશુમાંથી માનવ બનાવતી સાંકળ આ જંગમ
  શિક્ષક – શિસ્ત, ક્ષમા, કરુણા તણો સંગમ! ….beautiful lines only the “real” teachers value this.

 5. Megha A Buch Says:

  Khub saras…vachi ne man praffulit and Gaurav Purna aanandit thayu.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: