વ્યક્તિત્વનું દફ઼્તર


(લખ્યા તારીખ: માર્ચ ૩૦, ૧૯૯૮)

મારું વ્યક્તિત્વ નવા નિશાળિયાનું દફ઼્તર છે

નવીનક્કોર જ્ઞાનની ચોપડીઓ

મહેનત કરવાને નવા સંયોગોની નોટબુકો

મહેનત કરીને લખેલાં લેસન

પ્રેમથી ભરેલો નાસ્તાનો ડબો – મારો ભાગ!

પણ બધું અસ્તવ્યસ્ત છે!

સમયરૂપી શિક્ષક જ્યારે કંઈ માગે છે ત્યારે

શોધવાને થાઉં છું હાંફળો-ફાંફળો

સઘળા ડૂચા-ડબૂચા બહાર ફેંકું છું

દરેક પ્રશ્ને શા માટે આવું કરું છું?

ઓ મારી મા, જરા ધ્યાન દે!

મારા દફ઼્તરને જરા ગોઠવી દે!

મને બતાવી દે!

ક્યાં કેટલો આત્મવિશ્વાસ છે

ક્યાં કેટલું જ્ઞાન છે

ક્યાં કેટલું ધૈર્ય છે

ક્યાં કેટલો પ્રેમ છે

– અને શું-શું નથી!

જેથી અડધી સમજાતી ભાષામાં

ભર્યા ઘોંઘાટની વચ્ચે

સમયનો શિક્ષક કંઈ માગે ત્યારે

હળવાશથી એને હું એ આપી શકું!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: