યંત્રો


(’વિચારવલોણું’માં પ્રકાશિત)

(લખ્યા તારીખ: સપ્ટેમ્બર ૦૫, ૧૯૯૨)

ટકી રહી છે યંત્રોની બેખટક ટક્‍ ટક્‍

એક અલ્લાઉદ્દીનના ચિરાગની પ્રેરણાને આધારે

નીતનવિન કલ્પનાઓ અને કામનાઓ

ઉત્સાહે અવની પર મનુષ્યો ઉતારે

એ બને, એ ચાલે, એ બગડે, એ સુધરે,

એ ઘસાઈ જીર્ણ થાય, ભંગાર થઈ જાય

વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય

નવાનિ ગૃહ્ણાતિ નરોપરાણિ

ફરી નવાં ઘડાય, ફરી શક્તિ અવતરે

“હવે તમે નો હાલો!” ની વાત કરી નવાં

ઝબકાવે, ખખડાવે, વેચાવે

વૃદ્ધ અસંતુષ્ટ સમાં એ જૂનાં ’ને વડિલો

રિસાય, બગડે, લાચાર થઈ દાંત કટકટાવે

આ યંત્રો, મનુષ્યનાં સંતાનો

લાવે ખુદ પિતાના જ ઘરે ક્રાંતિ

રોજ ભાંગે ન કેવળ દ્રવ્ય, પરંતુ મૂલ્યો,

હરે, હણે અને કરે ક્યાંક શાંતિ

યંત્રવત  પશુઓ તો પામ્યે જતાં,

પશુવત યંત્રો પણ પામે ઉત્ક્રાંતિ!

ક્દી સાંભળ્યું ખિસકોલી કને ’ભજ ગોવિંદમ્‍’?

કદી જોયાં અમીબાને પરસ્પર આંસુ લ્હોતાં?

વિકસશે એવી યંત્રોની એક જાતિ જે:

ભવશે સ્વયં; અનુભવશે સ્વયં;

રચશે અને રાચશે સ્વયં

ત્યારે પિતા તેનો ફરશે કાઢીને છાતી

કહેશે તે પોતાના પણ પિતાને:

“હે પિતા! આજ ભરાવ્યો મેં પગ તારા પેગડે!

તારી મોજડી મને ફિટ થાતી!”

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: