મચ્છરનું મરશિયું


(લખ્યા તારીખ: ડિસેમ્બર ૩૧, ૧૯૯૪/જાન્યુઆરી ૦૧, ૧૯૯૫નો સંધિકાળ)

(સમયોચિત ફેરફાર સાથે)

રાત પડતી જૈં થાય, લાગે ઊંઘ કેરી ઝાંય, કાંઈ મચ્છર સારુંની ટિકડી મૂકું

કાં’ક ગણગણતા ગીત, કાં’ક અણગમતા ગીત સાથ કરતા એ  આયખું ટૂંકું

જાણે અણધારી પ્રીત તેવી આયખાની ભીંત ચિત્ત જાણે તે પહેલાં અથડાય,

લીધી લાચારની હાય કે નશે અભડાવી કાય, કાંઈ ચણભણતા નાદે ચકરાય

લળી જાય એના ડંખ, કાને વાગે મૃત્યુશંખ, પંખ છૂટી સ્પ્રિંગો શા ફેલાય

એ જીવન-લાચારી, વાળી જાય સંજવારી, સ્વારી મોત કેરી એમ ઉઘલાય

ક્યાં જાય વણઝાર, ક્યાં કરશે વેપાર, કે’દિ’ વળશે વા’ણ પાછાં દેશ?

મોત કેરી દીવાલ, જાવકહીન વખાર, પાર આવે નૈં પાછા સંદેશ

મરે છે રોજ, કાં મચ્છરની ફોજ,  શોધ મોતની દીવાલમાં કાણું

જન્માક્ષરમાં ગોત, વિકીપિડિયામાં ગોત, જઈ દેવીને બાળી જો છાણું

દિલમાં હળવેરો તાપ, મારી કરું છું પાપ, શાપ લાગવાનું મિટર કો’ક ગોતો

દૈશ ઉપર જવાબ, કૈશ કઈ રીતના પાછો, કે’ નૈં મચ્છરની માત એને તો-તો?

આગળ તો જાશું, જઈ ભીંતે ભટકાશું કે ભમ્મરિયો આગળ કૂવો

કો’ક  ગોઠવો કારી, કો’ક ગોતો બારી, જીવ જાણ બા’રે કાં મૂવો?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: