ચાલને પ્રિયે!


(લખ્યા તારીખ: ડિસેમ્બર ૧૯૯૮)

ચાલને પ્રિયે સામા બાંકડે જઈ બેસીએ

બોલ્યા કરતા હોલાને સાંભળ્યા કરીએ

રોજ નવાં ઊગતાં કુસુમોને ટગરટગર જોઇએ

રાતે અભિજીતના તારલાને કેમ છોડીએ?

ચાલને પ્રિયે કંઈ ન કરીને આજને ઉજવીએ

રૉડના કાંઠે ઊભતા ફેરિયાના સીંગ-ચણા ખાઇએ

સાથે જોયેલી કોઈ સારી ફિલ્મ વાગોળીએ

સડસડાટ દોડતો ટ્રાફિક જોયા કરીએ

ખસ્યા કરતા તારલા અને હસ્યાં કરતાં ફૂલડાં

સરક્યા કરતો ટ્રાફિક ’ને ખતમ થતા જતા ચણા

ઊગતી-આથમતી ચાંદનીનાં સંભારણાં

ચાલને પ્રિયે જીવનભર સંસ્મરીએ!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: