રિટાયરમેન્ટ


(લખ્યા તારીખ: એપ્રિલ ૦૮, ૧૯૯૭, યુગાદિ)

(તાલ: કહરવા, માત્રા: ૩૨/૩૩)

(અમારા એક પરિચિત લાંબી નોકરી પછી રિટાયર થઈ હૈદરાબાદથી ગુજરાત પાછા ગયા. તે સમયે બેગમપેટ સ્ટેશને તેમને મળવા ગયો અને વળતાં આ ગીત સૂઝ્યું હતું)

ત્રીસ વરસનાં મૂળિયાં લૈને નાની સરખી ગાડી ચાલી

કાલ જુવાન હતો તેના પર પળિયાં લૈને ગાડી ચાલી

ક્યાંક વતન હતું દાયકા પર તેની છાંય પકડવા ચાલ્યો

ઝાંખાંપાંખાં ભાઈ-ભાંડરાં કેરી બાંહ્ય પકડવા ચાલ્યો

વતન છોડીને છોરું ચાલ્યા, ફરી સાસરે ભાર્યા ચાલી

ઘરના નેવાં-નળિયાં લૈને નાની સરખી ગાડી ચાલી!

રોજી સાથે રોજ મળે તે, ચહેરા અમથા આમ મળે તે,

દૂધે સાકર જેમ ભળે તેમ દિલમાં યાદ ભરાતી ચાલી

ધીમે-ધીમે કપૂર બળ્યાની ગંધ હવા ફેલાતી ચાલી

બારી આડે સળિયા લઈને નાની સરખી ગાડી ચાલી!

આવ્યો ત્યારે ધાર્યું’તું કે મારે મતલબ ખાલી રોજી

આંખ ન ઓળખે એવા લોકો સાથે ક્યાં મનમેળા હો જી?

સામૈયે કોઈ નવ આવ્યું, વિદાયમાં ભીડ મોટી ચાલી

આંખે કાં ઝળહળિયાં લઈને નાની સરખી ગાડી ચાલી?

Advertisements

One Response to “રિટાયરમેન્ટ”

  1. સુરેશ Says:

    બહુ જ હૃદયસ્પર્શી ગીત. લય પણ બહુ સરસ જળવાયો છે.
    મારો રીટાયરમેન્ટ નો સમય યાદ આવી ગયો. મારી વ્યથા વધારે ગહેરી હતી. નોકરી છુટ્યાની સાથે વતન પણ છુટી ગયું હતું.
    મારા બ્લોગ પર મુકવા પરવાનગી આપશો તો અભારી થઈશ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: