માછલી


(લખ્યા તારીખ: ૨૦૦૮)

(અછાંદસ)

માછલીના દિલમાં માછલી સળવળે તો કહેજે

તેમાં પણ પારકી પીડાથી તે ટળવળે તો કહેજે

આમ તો દરિયો આખો માછલીમાં ઓતપ્રોત છે

છતાં ગલના છલથી તે ખળભળે તો કહેજે

માછલીનું તેલ કાઢી, માછલી આથી દીધી

ઉપયોગ-ઉપભોગથી દીવા ઝળહળે તો કહેજે

જીવતર આખું ય ખારા ઊસમાં તરબોળ છે

જાત માટે ય આંસુ જો પરવડે તો કહેજે

આમ તો એની ય પાસે વાતમાં ઝાઝું નથી

તો ય તારા કાન-અભાવે ન તરફડે તો કહેજે

Advertisements

One Response to “માછલી”

  1. RAJANI TANK Says:

    “માછલીનું તેલ કાઢી, માછલી આથી દીધી
    ઉપયોગ-ઉપભોગથી દીવા ઝળહળે તો કહેજે”
    ખુબ જ સરસ રચના..
    ‘માછલી કહે વાત ન કર પાછલી..’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: