હે મન! ચાલને જ‍ઇએ ત્યાં!


(લખ્યા તારીખ: ડિસેમ્બર ૧૭, ૧૯૯૮)

હે મન ચાલને જ‍ઇએ ત્યાં

જ્યાં રકતરમંતા ફાગ ન હો

જ્યાં બેસૂરા કોઈ રાગ ન હો

જ્યાં ખોટી ભાગંભાગ ન હો

જ્યાં કાગળિયાના બાગ ન હો

જ્યાં પ્રેમ તણો કોઈ તાગ ન હો

જ્યાં અંતરમાંહે આગ ન હો

જ્યાં નરની માંહે નાગ ન હો

જ્યાં કરવી પડતી માંગ ન હો

જ્યાં પીઠ ભોંકાતી સાંગ ન હો

જ્યાં જ્ઞાન તો હો પણ ચાંગ ન હો

જ્યાં પાણી વહેંચતી ડાંગ ન હો

જ્યાં રક્તે ભળતી ભાંગ ન હો

જ્યાં માણસ ફરતે રાંગ ન હો

જ્યાં રોગ ન અંતર-અંગ ન હો

જ્યાં આંસુ ’ને દુઃખ સંગ ન હો

જ્યાં પરસુ્ખે કોઈ દંગ ન હો

જ્યાં પરપીડાકર જંગ ન હો

જ્યાં ધ્વંસ તણો ઉમંગ ન હો

’ને જ્યાં ભ્રૂકુટિઓ તંગ ન હો

જ્યાં અન્યના દીધા રંગ ન હો

જ્યાં દંભ તણો આ ખંગ ન હો

જ્યાં પ્રેમસમાધિ ભંગ ન હો

જ્યાં સ્વાર્થના કામે વેગ ન હો

જ્યાં લાગણીઓમાં ભેગ ન હો

જ્યાં ધૈર્યહીણો ઉદ્વેગ ન હો

જ્યાં દુશ્મન શા આવેગ ન હો

જ્યાં દુનિયારૂપે દેગ ન હો

જ્યાં તરવરતા પર તેગ ન હો

જ્યાં ભોગવતા આ ભોગ ન હો

જ્યાં અસ્તિત્વ ઉપભોગ ન હો

જ્યાં લાચારી ઉપયોગ ન હો

જ્યાં ખોવું તે વિયોગ ન હો

જ્યાં હોવું બસ સંયોગ ન હો

– હે મન! ચાલને જઈએ ત્યાં!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: