પામ્યા કરે છે


(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૮, ૨૦૦૦)

(છંદ: ભુજંગી: લગાગા|લગાગા|લગાગા|લગાગા|લગાગા|લગાગા|લગાગા|લગાગા)

(તાલ: દાદરા)

તમારા ઘડેલા બધાયે મનુષ્યો સદાને નવાઈ જ પામ્યા કરે છે

તમારી નજરમાં ભર્યું શું છ’ એવું સદા સૌ તવાઈ જ પામ્યા કરે છે?

નવાહન નથી કે નથી ભાગવત પણ, કહું શું કહાણી અમારા જીવનની?

ન તળ છે જ કૂવે, ન બળ બાહુએ છે, તમન્ના સવાઈ જ પામ્યા કરે છે!

કહ્યું’તું અમોને જગત છે તમારું રસે માણવાની મહારાસલીલા

છતાં નાથ જાણું ન કાં ભાગફૂટ્યો સદાને ભવાઈ જ પામ્યા કરે છે?

કહો ને કહેનાર “આવીશ પાછો” મહાભારતે, જંગ વચ્ચે બધાની,

વિશ્વાસે રખાવી, વહાણો વમાવ્યા, ખલાસી જુદાઈ જ પામ્યા કરે છે!

તમે તો રહો છો સદા મંદિરે ’ને વસો છો બધાંમાં મનાયે સદાયે

પહોંચે જ્યાં યાદ ત્યાં લગી બંદા સદાને સરાઈ જ પામ્યા કરે છે!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: