અડધો ટકો ઓછો


ધીરુભાઈ કઈ સ્કૂલમાં ભણ્યા’તા ’ને આવડતા કેવા એમને આંક?

અડધો ટકો પહેલા નંબરથી ઓછો તેમાં મમ્મી મારો આવડો શો વાંક?

જીગાને મારાથી ઓછા આવે છે તો યે પતંગ ચડાવે કેવી ઊંચી!

બધાની પાસેથી કામ કઢાવી જાણે, કાલિંદી છે ઠોઠ કે લુચ્ચી?

શ્રુતિ લાવે છે સોમાંથી સો પણ ઐશ્વર્યા રાય વધુ છે રૂપાળી

નિલયને આખી ચોપડી મોઢે પણ હારી જાય કાયમ સાત-તાળી!

ઑસ્ટ્રિયા-ઑસ્ટ્રેલિયામાં ટીચર જાણે નહીં ’ને હસીએ તો ક્લાસથી કાઢે

વિકીપિડિયા તો છોડ, ટીવીથી શિખે ના, ઉપરથી વાત-વાતે વાઢે

યાદ રાખવાનું કરે છે હાર્ડ-ડિસ્ક અને જવાબો આપે છે વેબ

ગણતરી કેલ્ક્યુલેટર કરી આપે છે, તેની સાથે કરાય થોડી રેઇસ?

કઈ સ્કૂલે શિખવ્યું તને વહાલ કરતાં ’ને પપ્પાને બનાવ્યા એટીએમ?

કામની વાતો ને શિખવે નહીં તેવી સ્કૂલ કોઈને ગમે કે કેમ?

Advertisements

2 Responses to “અડધો ટકો ઓછો”

 1. Rajeshwari Shukla Says:

  very new idea…u r having very creative brain…

 2. pramath Says:

  બહેન,
  પ્રોત્સાહન માટે આભાર.
  જે સ્કૂલ પ્રમાણે ભણી શકે છે તેમને સ્કૂલ ખોટા આત્મવિશ્વાસમાં આણી જીવનમાં ભૂલો કરાવે છે. જે સ્કૂલ પ્રમાણે નથી ભણી શકતા તેમને જીવનભર આત્મશંકા ડંખતી રહે છે.
  શિક્ષણનો હેતુ જીવન માટે તૈયાર થવાનો હોવો જોઈએ – પણ થાય છે બરાબર ઊંધું!
  આમાંથી આપણે પેઢીઓથી પસાર થયા કરીએ છીએ.
  કશુંક કરીશું આને માટે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: