’એક, બે, તઈણ, સાર’ એ ખોટી ગણતરી નથી?

બોલીઓને સાંભળવી તે કાળજીભર્યું કામ છે. તેમને સંભાળવી તે તેથી પણ વધુ કાળજીભર્યું કામ છે. બહુભાષીઓ તો મળી રહે છે પણ એક જ ભાષાની બે બોલીઓ બોલનારા જવલ્લે જ જોવા મળે છે. (મેં ગુજરાતી, હિન્દી, તેલુગુ અને કન્નડ બોલનારા દોસ્તોને પડકારી જોયા છે.)

આજકાલ બધાંને તળપદી ભાષામાં લખવું છે. કદાચ એમ લાગે છે કે એ વિના રણકો નહીં ઊઠે. આવકાર આપવા જેવી વાત છે.

કદાચ વધેલા પ્રાદેશિક ટીવી પ્રસારણના કારણે આ હોય કે હીરા ઉદ્યોગના કારણે! સ્ટૅન્ડ અપ કોમેડીમાં સૌરાષ્ટ્રની આણ ફરે છે એથી પણ હોય. લાગે છે કે  તળગુજરાતના શહેરોમાંથી આવતા સાહિત્યકારો હવે સૌરાષ્ટ્રની લોકબોલી પર પ્રયોગો કરે છે. ટીવી પર સંભળાય છે, ’નવનીત સમર્પણ’માં પણ વાંચવા મળે છે. [પાંચ વર્ષ પહેલાં એક વિચારપ્રધાન સામયિકમાં લખાયેલું કે “આશ્રમ માટે છેક સૌરાષ્ટ્ર સુધી નજર દોડાવેલી!” જાણે સૌરાષ્ટ્ર મંગળ પર હોય અથવા માણસખાઉ લોકોથી ભરેલો હોય! એના કરતાં આ સ્થિતિ સારી.]

મજા (અને દુઃખ) ત્યાં છે કે એ સાહિત્યકારો (સાહિત્યના માથે ફરી રહેલી કારો) પોતાની લોકબોલી (ખાસ તો ચરોતરી કે મહેસાણી)ની સાથે “સૌરાષ્ટ્રની” લોકબોલીને વણી નાખે છે – સરવાળે બધીઓને હણી નાખે છે. ઉપરાંત, જેને તળગુ્જરાતીઓ “સૌરાષ્ટ્રની” બોલી તરીકે લેખે છે તે પણ આજની તારીખે પાંચેક બચી છે. હાલારી તો લગભગ “રાજકોટ બોલી” આડે ઢંકાઈ ગઈ છે પણ સોરઠી, ઝાલાવાડી, ગોહિલવાડી તો હજુ પણ જીવે છે.

શા માટે શુદ્ધ ચરોતરીમાં ન લખાય? જોસેફ઼ મેકવાન લખતા – અને ગમતું! શા માટે શુદ્ધ સાબરકાંઠાની બોલીમાં ન  લખાય? ’માનવીની ભવાઈ’ વાંચીને હું ત્રણ દિવસ રોયો છું. બહેરામકાકા શુદ્ધ પારસીમાં લખતા જ ને? શા માટે શુદ્ધ  સુરતીમાં ન લખાય? નિર્મિશભાઈ (નિમ્મેસભાઈ) લખે જ છે ને! [નિમ્મેસભાઈ શુદ્ધ સુરતી વાપરે છે પણ સંપૂર્ણ સુરતી નથી વાપરતા માટે છપાય છે ;-)]

બોલીઓની વાત જ નીકળી છે તો એ લખવા દો કે શહેરીકરણના કારણે બોલીઓનો નાશ થઈ રહ્યો છે. સિત્તેરના દાયકામાં રાજકોટમાં સૌરાષ્ટ્રની સાતેક બોલીઓ શાંતિથી સાંભળવા મળતી. આજે રાજકોટની સૌરાષ્ટ્રી આખા સૌરાષ્ટ્રમાં સંભળાય છે.

કદાચ આ પછી ભોગ સુરતીનો લેવાશે. સુરતમાં સુરતીઓ કરતાં સૌરાષ્ટ્રીઓ છે (અને એ બન્નેના કરતાં વધુ ઉડિશીઓ છે).

’એક, બે, તઈણ, સાર’ એ ખોટી ગણતરી નથી? તમે આવાં ઉદાહરણો જોયાં હોય તો અહીં લખો. તમને આ પોસ્ટની દલીલ સાચી લાગે છે? તમારું શું કહેવું છે?

14 Responses to “’એક, બે, તઈણ, સાર’ એ ખોટી ગણતરી નથી?”

 1. Pancham Shukla Says:

  બિલકુલ સાચી વાત. મઝાની પોસ્ટ.

 2. tarunkatbamna Says:

  વાહ એક બે ને તૈન !!!!!!!

 3. tarunkatbamna Says:

  સ્ટૅન્ડ અપ કોમેડીમાં સૌરાષ્ટ્રની આણ ફરે છે આ વાત મા તમે સાચ છો .

 4. હેમંત પુણેકર Says:

  હાવ હાચી વાત છે પ્રમથભાઈ!

  હું વડોદરાનો છું. મને ખ્યાલ નથી કે વડોદરામાં કે આસપાસમાં કોઈ વિશેષ બોલી છે કે નહીં, પણ સ ને બદલે હ, અને આવ્યો ને બદલે આયો, હું ને બદલે મેં એવી થોડીકે (કુ??) ટેવો છે. પણં “હમજ્યા ‘લા અવે!” એવું બોલવામાં જે મજા છે એ “સમજ્યા અલ્યા હવે”માં તો નથી જ નથી.

 5. યશવંત ઠક્કર Says:

  પાત્રો લોકબોલીમાં બોલે તે તો સમજ્યા પણ પ્રયોગ ખાતર લેખક પણ લોકબોલીમાં લખવા જાય ત્યારે બધું ભેળસેળ થઈ જાય.
  મધુરાયનો એક્ લેખ વાંચવામાં આવ્યો હતો. મજાનો હતો. તેમણે જુનાગઢના મિત્રો વાતચીત દરમ્યાનના સંવાદો લખ્યા હાતા. જે જુનાગઢ વિસ્તારમાં બોલાતી બોલીમાં હતા. પણ છેલ્લે તેમણે અફસોસ સાથે રહસ્ય પ્રગટ કર્યું કે: આ તો મારી કલ્પના જ છે. મિત્રો હવે અસલ લોકબોલીમાં બોલતા નથી પણ્ શુદ્ધ ભાષામાં જ વાત કરે છે! મારી મનની મનમાં રહી ગઈ! ..
  વતનથી દૂર રહેવા છતાં તેમના મનમાં વતનની બોલી અકબંધ રહી હતી.

 6. યશવંત ઠક્કર Says:

  મુકામ-નાનીધારી http://wp.me/phscX-4w

 7. vallilakhani Says:

  really langvage is nice subject and shoud remember i am from zalawad dharangdhara distict if i meet any zalawad people really both bof us enjoy have a cup of cofee and we like we are in zalawadwe meet nearly sixty years befor weding of ruler of zalawadin dhrangdharaafter sixti years i met zalawad fello we had gup suo nearly two and half hour i cant talk anybudy more then ten mineets but i passed two and half how time gone becose mother langwage thanks lakhani

 8. vallilakhani Says:

  thanks remind my mother langwage zalawad i got lot of other memories wich i forgote thanks lakhani

 9. સુરેશ Says:

  બોલીઓની વાત જ નીકળી છે તો એ લખવા દો કે શહેરીકરણના કારણે બોલીઓનો નાશ થઈ રહ્યો છે.
  —————-
  બોલીઓની શું વાત કરો છો, બોસ! મારા ફાધરના વખતથી અંગ્રેજી મેમસાબની મધર એન્ટર થઈ ગઈ છે. તમારા બ્રધરને પૂછી જોજો.
  આ તો મારા સને કહેલું તમને કહું છું !!!

 10. jjkishor Says:

  હમણાંથી અકૂપાર વાંચી રહ્યો છું. તેમાં લેખકે ગિરનારી (લગભગ જૂનાગઢી ને ક્યાંક રાજકોટી ?) બોલીઓ વાંચવા મળે છે. વચમાં બે પાત્રો સુરેન્દ્રનગર બાજુનાં એમાં પ્રવેશ્યાં એટલે એમનો લહેકો ટૅસ કરાવી ગયો….

  સ અને હ વચ્ચેના ઉચ્ચારો માટે એમણે જે લિપિ બનાવી તેનો છૂટથી ઉપયોગ અકૂપારમાં કરાયો છે. અમારે એમ. એ.માં ભાષાવિજ્ઞાન વખતે આ (સૌરાષ્ટ્ર અને સુરતમાં ખાસ વપરાતા સ) માટે ‘સ’ની નીચે બીંદી કરવાનું સૂચન થયેલું.

  બોલીને સાવ સાચી રીતે લખવાનું તો હવે લગભગ અશક્ય જ છે. ભેળસેળ એટલી બધી છે કે એકાદ લેખ પણ માંડ લખી શકાય…નવલકથાની તો વાત જ શી ?

  ને હા, તમારી નવલકથાને તમે નેટ પર મૂકવાની વાત ક્યાંક અછડતી લખી છે…એની રાહ રહેશે. તમારી પદ્યરચનાઓએ તો કામણ કર્યાં જ છે. ખાસ કરીને હાઈકુને ગઝલી શેરના રૂપમાં ઢાળીને જે પ્રગટાવ્યું છે તે ! (હાઈકુ વિ–ભૂષિત ગઝલ !)

  • pramath Says:

   આભાર! હું ભાષાનો વિદ્યાર્થી નથી, સાહિત્યનો પણ નહીં. છતાં આપને મારો બબડાટ (જલ્પન) ગમ્યો તેથી મારી છાતી ગજગજ ફૂલી.
   મેં ’પરકાયાપ્રવેશ’ લખતાં અનુભવેલું કે માત્ર બોલીઓ જ નહીં – આપણી આસપાસ માત્ર ગુજરાતી જ બોલાતું હોય તેવી પરિસ્થિતિ ૧૯૯૯માં જ અકલ્પનીય બની ગઈ હતી.
   મારે ’પરકાયાપ્રવેશ’ને ઓનલાઇન મૂકવી તો છે પણ મારું સ્કૅનર બગડી ગયું છે.

 11. ઋત્વિક Says:

  ભઈ મન તો હાવ સોખી ઉત્તર ગુજરાતી જ આવડ સ
  અમને ચેવું ચમનું ચોનું ચ્યારે પોણી મઈ ડોમચીયા આવું જ બોલતા આવડીસી
  અન આ કાઠિયાવાડી અમને ના ફાવે બાપ
  અમને તો અમારી ગુજરાતી હારી ફાવ સ્

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: