સ્વ. પુરુષોત્તમરાય રામજી જોષીપુરાના વેલામાં સાહિત્યકારો

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કદાચ સૌથી વિશાળ કૌટુંબિક પરંપરા સ્વ. પુરુષોત્તમરાય રામજી જોષીપુરાના વેલામાં છે.

સો વર્ષ, ત્રણ પેઢી, પંદર વ્યક્તિઓ અને ૧૨૫થી વધુ પુસ્તકોથી આ કુટુંબમાં સાહિત્ય રચના જીવંત અને સફળ રહી છે.

આ પરંપરામાં ત્રણ સાક્ષર દંપતિઓ પણ સામેલ છે. આ કુટુંબના અનેક સદસ્યો અનેક પારિતોષિકોથી નવાજાયેલા છે.
લાઘવ માટે માત્ર સાહિત્યને લગતાં પ્રકાશનોની કુટુંબસદસ્યવાર યાદી આ પ્રમાણે છે.
૦. આદિ:

 • સ્વ. પુરુષોત્તમરાય રામજી જોષીપુરાની સાહિત્યપ્રવૃત્તિ વિષે કોઈ જાણકારી નથી.

૧. પહેલી પેઢી: (પંડિતયુગનો ઉત્તરાર્ધ)

 • સાક્ષરરત્ન સ્વ. જયસુખરાય પુરુષોત્તમરાય જોષીપુરા: (૧૮૮૧-૧૯૫૩):

(સૌરાષ્ટ્રમાંથી પ્રથમ એમ.એ., વડોદરા રાજ્યના વિદ્યાધિકારી, ’શ્રી સયાજી સાહિત્યમાળા’ના અને ’શ્રી સયાજી બાલજ્ઞાનમાળા’ના સંચાલક. તે ઉપરાંત:))

પ્રગટ:
1. ૧૯૦૪ – (ગુજરાતીમાં) ’નરસિંહ મહેતાનું જીવન તથા કવન’
2. ૧૯૦૪ – (અંગ્રેજીમાં) ‘Life and Teaching of Narasimh Mehta’
3. વાણિજ્યશાસ્ત્ર
4. જ્ઞાતિબંધન
5. મોન્તેનના નિબંધો
6. ભક્તકવિ ભોજલ
7. કાવ્યકલિકા (કાવ્યસંગ્રહ)
8. અંગ્રેજી સાહિત્ય અને પુરાણકથા
9. હિન્દુસ્તાન અને યુરોપની પુરાણકથાઓની તુલનાત્મક સમીક્ષા
10. સાક્ષરમાલા (સમાલોચના)
11. પ્રાચીન-અર્વાચીન યુરોપ
12. અલકાનો અદ્ભુત પ્રવાસ (’એલિસ ઇન વન્ડરલૅન્ડ’નો અનુવાદ)
13. યુદ્ધવીર દીવાન અમરજી
14. અંગ્રેજી બાળજીવન (આપણા લઘુબંધુ અંગ્રેજ)
15. સ્મરણાંજલિ (કાવ્યસંગ્રહ)
16. વીરપુરુષો
17. મણિશંકર કિકાણી
18. ગિરનારનું ગૌરવ
19. શ્રી સયાજી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ
20. ઉન્નતિ વિચાર – પૂર્વાર્ધ (હિન્દુ સમાજ ચિન્તન)
21. ઉન્નતિ વિચાર – ઉત્તરાર્ધ
22. કવિરત્ન નરસિંહ મહેતા
23. ચંદ્રગુપ્ત મૌર્ય
24. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય
25. કૌટિલ્ય અર્થશાસ્ત્ર ભાગ ૧
26. કૌટિલ્ય અર્થશાસ્ત્ર ભાગ ૨
27. કૌટિલ્ય અર્થશાસ્ત્ર ભાગ ૩
28. રાયજી સાહેબ પૂર્વાર્ધ
29. રાયજી સાહેબ ઉત્તરાર્ધ
30. નવમાલિકા (કાવ્યસંગ્રહ)
31. મધુધારા (કાવ્યસંગ્રહ)
32. વનજ્યોત્સ્ના (કાવ્યસંગ્રહ)
33. રાયજીનું રાજીનામું
અપ્રગટ:
1. રશિયાનો ઇતિહાસ
2. જાપાનનો ઇતિહાસ
3. આર્યબાલા
4. કવિ ને કવિતા
5. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ
6. વિજ્ઞાનની પરિભાષા
7. નાગપુરીમાં પ્રવાસ
8. શ્રીમંત સયાજીરાવની સાહિત્યોપાસના
9. ભક્તિરસાયણનો ઉપોદ્ઘા ત
10. ગીતોપદેશ
11. વક્તા અને વક્તૃત્વ
12. રણછોડભાઈ ઉદયરામ
13. મનુષ્યનો ક્રમવિકાસ
14. સુધાબિંદુ
15. પાટીદાર, બ્રાહ્મણ, વાણિયા જ્ઞાતિના રિવાજોનું એકીકરણ

 • સ્વ. જયકુમારી જયસુખરાય જોષીપુરા (સ્વ. જયસુખરાય પુરુષોત્તમરાય જોષીપુરાનાં પત્ની): (૧૯૦૦-૧૯૯૧)

1. આરાર્તિકમ્‍(કાવ્યસંગ્રહ)
2. પત્રમ્‍-પુષ્પમ્‍(કાવ્યસંગ્રહ)
3. જયમાલિકા (કાવ્યસંગ્રહ, હસ્તાક્ષરે પ્રકાશિત)
4. પંચામૃત (પ્રેરક પ્રસંગચિત્રો)

 • સ્વ. દિનકરરાય પુરુષોત્તમરાય જોષીપુરા: (૧૯૦૦-૨૦૦૦)

1. ’મુગલ મેઘધનુષ્ય’ નામનું પ્રદીર્ઘ ઐતિહાસિક કાવ્ય અને
2. ’બાળ નેપોલિયન’

૨. બીજી પેઢી: (ગાંધી યુગ-ઉત્તરગાંધી યુગ-અર્વાચીન યુગ)

 • ગં.સ્વ. સ્નેહલીલા વામનરાવ દેસાઈ (સ્વ. જયસુખરાય પુરુષોત્તમરાય જોષીપુરાનાં પુત્રી) (૧૯૨૩)

1. ગુંજન (કાવ્યસંગ્રહ)
2. સ્વરિત (કાવ્યસંગ્રહ)
ઉપરાંત ’મહિલાજગત’, ’ગુણસુંદરી’ અને ’સ્ત્રી’ જેવાં સામયિકોમાં અનેક પ્રસંગચિત્રો, ૧૫૦+ મંગલાષ્ટકો વગેરે

 • સ્વ. બકુલ જયસુખરાય જોષીપુરા (૧૯૨૬-૨૦૦૩)
  (વકીલ, સાહિત્યકાર, ’ગુજરાત સમાચાર’ના કટાર લેખક, તબલાવાદક, નાટ્યઅભિનેતા)

પ્રગટ:
1. વેરાયેલાં બકુલ (૧૯૪૯) (કાવ્યસંગ્રહ)
2. સમાજના શિરોમણિ (૧૯૫૧) (નાટક, ઇબ્સનની કોઈ કૃતિનો અનુવાદ)
3. અશ્રુગાન (૧૯૪૫) (કાવ્યસંગ્રહ)
4. ગલી-ગલી મેં ગુંજે નાદ (૧૯૫૬) (ગીતસંગ્રહ)
5. વકીલના અસીલ અને બીજાં નાટકો (૧૯૫૯) (એકાંકીસંગ્રહ)
6. ધરતીની સોડમ (૧૯૬૦) (વાર્તાસંગ્રહ)
7. રોતી શરણાઈ રંગમાંડવે (૧૯૬૨) (સ્મરણાંજલિ)
8. એક સફળ અકસ્માત (૧૯૭૫) (વકીલાતના અનુભવો)
9. પરમેશ્વરને પ્રેમપત્રો (૧૯૭૫) – ભાગ ૧
10. પરમેશ્વરને પ્રેમપત્રો (૨૦૦૩) – ભાગ ૨
11. વીણેલાં બકુલ (૧૯૭૬) (કાવ્યસંગ્રહ)
12. અદાલતના અરીસામાં (૧૯૭૯) (લેખો – ’ગુજરાત સમાચાર’માં તે નામે વર્ષો ચાલેલી તેમની કટારમાંથી સંચય)
13. મૈત્રીકરાર (૧૯૮૩) (નાટક)
14. ઝલક (૧૯૮૬) (મુક્તકો)
15. કાચનું પિંજર (૧૯૮૬) (ટેનેસી વિલિયમ્સના ’ગ્લાસ મિનાજરી’નો અનુવાદ)
16. પરણેલાં પ્રોફ઼ેશનલ્સ (૧૯૮૭) (નાટક)
17. અરૂપનાં રૂપ ઝાઝાં (૧૯૮૯) (રેડિયો નાટિકા સંગ્રહ)
18. કાનૂની ક્ષેત્રે નારી (૧૯૯૦) (નવલિકાઓ)
19. મોક ટ્રાયલ (૧૯૯૧) (હાસ્યનાટિકાઓ)
20. જુના પપ્પા, નવી મમ્મી; નવા પપ્પા, જુની મમ્મી (૧૯૯૪) (નાટક)
21. નારી અગણિત રૂપ (૧૯૯૫) (વાર્તાઓ)
22. હું, ગાંધી અને ગોડસે (૧૯૯૮) (ચિંતનાત્મક ગદ્ય)
23. નવાબ, ભુટ્ટો અને હારવે જોન્સ (૧૯૯૯) (નાટ્યસંવાદ)
અપ્રગટ:
1. મારાં ઉરવ્હાલ સ્વીકારજે
2. વૈજ્ઞાનિક કાવ્યસંગ્રહ
3. કથા-દંતકથા – ભાગ ૧
4. કથા-દંતકથા – ભાગ ૨
5. ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ
6. વિલોપાતાં બકુલ (કાવ્યસંગ્રહ)
7. આશિર્વચનો
8. ગર્ભસ્થ શિશુ (નાટક)
9. રણછોડરાય પ્રસન્નોસ્તુ (નાટક)
10. હું અને મારો રુમેટોઈડ
11. America – Country of poverty and paupers
12. સંગીત પત્રિકા
13. મનગમતાં મુક્તકો
14. રાજકીય મુક્તકો
15. સંગીત શુભાશિષો

 • ગં.સ્વ. પ્રતિભા બકુલ જોષીપુરા (સ્વ. બકુલ જયસુખરાય જોષીપુરાનાં પત્ની) (૧૯૩૨)

1. રમઝટ (ગરબા સંચય)
2. શોધોને ફોઈ મારું નામ (નામસંગ્રહ)

 • જનાર્દન જયસુખરાય જોષીપુરા (૧૯૩૨)
 1. ધારીનો ઇતિહાસ (૨૦૧૨)
 • પ્રદ્યુમ્ન જયસુખરાય જોષીપુરા (૧૯૩૬)

(શિક્ષક – શાળાઓ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગ; અગ્રગણ્ય હાસ્યલેખક)
1. જલ્પન (૧૯૭૧) (હાસ્યલેખો)
2. વર્તુળના વિકર્ણ (૧૯૭૫) (હાસ્યલેખો)
3. હસતાં હસતાં (૧૯૮૭) (હાસ્યલેખો)
4. બોલ્યું-બાફ્યું માફ (૧૯૯૬) (હાસ્યલેખો)
5. હાસ્યના પ્રયોગો (૨૦૦૦) (યથાર્થ હાસ્યપ્રસંગો)
6. વંદે હાસ્યમ્‍(૨૦૦૫) (સંપાદિત લેખો – આગલા ચાર પ્રકાશનોમાંથી) (વર્ષોથી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં)
7. હાસ્ય વિના સૂનો સંસાર (પ્રેસમાં) (હાસ્યલેખો)
8. આકાશવાણી હાસ્યનાટિકા સંગ્રહ (પ્રેસમાં)
’જનસત્તા’માં ’હળવે હૈયે’ની કટાર, ’ફુલછાબ’માં વર્ષો સુધી લેખો, “નવનીત”, “નવનીત સમર્પણ”, “અખંડ આનંદ”, “ગુજરાત”, “હસાહસ” અને “મુંબઈ સમાચાર”માં નિમંત્રણ પર લખાણ; આકાશવાણી અને દૂરદર્શન પર અનેક કૃતિઓ પ્રસારિત
૨૦૦૬ – “બોલ્યું બાફ્યું માફ” – હ્યુમન સોસાયટી ઓફ઼ ઇન્ડિયા, નડિઆદ તરફથી જ્યોતીન્દ્ર દવે એવોર્ડ
૨૦૦૨ – “હાસ્યના પ્રયોગો” – ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તૃતીય પારિતોષિક
૧૯૯૨ – ગુજરાત સાહિત્ય સંગમ તરફથી “હાસ્યસમ્રાટ જ્યોતીન્દ્ર દવે” એવોર્ડ
૧૯૭૫ – “વર્તુળના વિકર્ણ” – “હસાહસ” કાર્યાલય, મુંબઈ તરફથી દ્વિતીય પારિતોષિક
૧૯૭૨ – “જલ્પન” – ગુજરાત રાજ્ય તરફથી ઉત્તમ પુસ્તક માટે દ્વિતીય પારિતોષિક
૧૯૭૧ – “અક્ષરોના આલોકમાં” – ’ફુલછાબ’ સુવર્ણ જયંતિ દ્વિતીય પારિતોષિક

 • આવૃત્તિ બટુકરાય નાણાવટી (આવૃત્તિ પ્રદ્યુમ્ન જોષીપુરા, પ્રદ્યુમ્ન જયસુખરાય જોષીપુરાનાં પત્ની)

(ગુજરાત હોમગાર્ડઝનાં મહિલા પાંખના માનદ્‍ માજી વડા; રંગભૂમિ, રેડિયો, ટીવી અને ગુજરાતી ફ઼િલ્મોનાં જાણીતાં અભિનેત્રી, શિક્ષિકા અને પ્રિન્સીપાલ – અને સૌથી મોટું, મારી મા! 🙂

અનેક કાવ્યો – અપ્રકટ
 • હિમા વિપુલચંદ્ર યાજ્ઞિક (સ્વ. જયસુખરાય પુરુષોત્તમરાય જોષીપુરાનાં પુત્રી)

1. પર્વ (૧૯૮૩) (લેખો)
2. ખટમધુરાં (૧૯૮૪) (સ્મરણચિત્રો)
3. મેં પ્રાર્થ્યું કે (૧૯૮૯) (ઈશ્વર સંબોધન)
4. માદક દ્રવ્યો (૧૯૮૯) (પરિચય)
5. આપણા સંત કવિઓ (૧૯૮૯)
6. લોકોત્સવ અને લોકમેળાઓ (૧૯૮૯)
7. માતૃત્વ અને બાળઉછેર (૧૯૮૯)
8. વ્હાલાને વઢીને કહેજો રે (૧૯૯૦)
9. કહેવત મંજૂષા (૧૯૯૩)
10. મધ્યકાલિન કવિઓ (૧૯૯૭)
11. સર્વપ્રથમ પ્રદાન (૨૦૦૦)

12. વેદકાળની વ્યવસ્થા (૨૦૧૫)
“કુમાર”, “ગુજરાત”, “નવચેતન”, “મુંબઈ સમાચાર”, “જન્મભૂમિ”, “જનસત્તા”, “લોકસમર્થન”, “સંદેશ”, “ફુલછાબ”, “સ્ત્રી”, “પરમાર્થ”, “ભૂમિ” વગેરેમાં લખાણો
“ભૂમિ” તથા “જનસત્તા”માં મહિલા વિભાગોનું સંપાદન વગેરે

૧૯૮૩ – ’પર્વ’ – ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા શ્રેષ્ઠ લેખિકાનું ’ભગિની નિવેદિતા પારિતોષિક’

૩. ત્રીજી પેઢી:

 • સ્વ. કૈવલ્ય વામનપ્રસાદ દેસાઈ (ગં.સ્વ. સ્નેહલીલા વામનપ્રસાદ દેસાઈના પુત્ર) (૧૯૪૨-૨૦૦૯)

પ્રેસમાં
1. તંત્ર વિજ્ઞાન ભાગ ૧
2. તંત્ર વિજ્ઞાન ભાગ ૨
3. તંત્ર વિજ્ઞાન ભાગ ૩
4. તંત્ર વિજ્ઞાન ભાગ ૪
5. તંત્ર વિજ્ઞાન ભાગ ૫
(તંત્રશાસ્ત્રનો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સમન્વય)

 • નિઃસ્પૃહા સોહમ  દેસાઈ (ગં.સ્વ. સ્નેહલીલા વામનપ્રસાદ દેસાઈનાં પુત્રી) (૧૯૫૪)

અનુવાદો: (મહાશ્વેતાદેવીના બાંગ્લા સાહિત્યમાંથી ગુજરાતીમાં)
1. હજાર ચુરાશિર મા (મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બે વાર પાઠ્યપુસ્તક તરીકે પસંદ)
2. શ્રી ગણેશ મહિમા
3. કૌરવો હજુ જંપ્યા નથી (’અકલાંત કૌરવ’)
4. અગ્નિગર્ભ
5. મમ અવાંતર
ઉપરાંત ’ચાંદની’માં લેખો

 • ભૂષિત પ્રદ્યુમ્ન જોષીપુરા ’પ્રમથ’ (૧૯૭૧)

1. પરકાયાપ્રવેશ (૨૦૦૦) (સાયન્સ-ફ઼િક્શન નવલકથા)
ઉપરાંત ’હાઈકુ-દેહ ગઝલ’ની પ્રતિષ્ઠા કરી.
’વિચારવલોણું’માં લેખો

સોફ્ટવેયર ક્ષેત્રે rswitch નામનું control structure વ્યાખ્યાયિત કર્યું

સમયના અભાવે પ્રકાશનની પાછળ પડવાની જગ્યાએ બ્લૉગિંગ ચાલુ કર્યું

ગુજરાતીમાં:

 1. https://rachanaa.wordpress.com – ગુજરાતી પદ્ય રચના
 2. http://gadyarachaa.wordpress.com – ગુજરાતી ગદ્ય રચના
 3. http://originalgujaratijokes.wordpress.com – માત્ર ગુજરાતીમાં જ કહી શકાય તેવા મૌલિક જોક્સ
 4. http://amaareaayakhe.wordpress.com – ગુજરાતી ગઝલોનું પ્રથમ ઓનલાઇન દીવાન

हिन्दी/ऊर्दू में:

 1. http://hindirachanaa.wordpress.com –  हिन्दी/ऊर्दू में काव्य रचना
 2. http://originalhindijokes.wordpress.com – केवल हिन्दी/ऊर्दू में कह जा सके वैसे मौलिक चुटकुले

In English and other languages: (Fiction):

 1. http://originaljokes.wordpress.com – Jokes in English, Sanskrit, Punjabi and Kannada

(Non-fiction)

 1. http://bhushit.wordpress.com – technical thoughts
 2. http://innermechanisms.wordpress.com – general philosophical ramblings

 ભાષામુક્ત:

 1. http://photorachanaa.wordpress.com
 • પ્રણવ પ્રબોધચંદ્ર જોષીપુરા (સ્વ. દિનકરરાય પુરુષોત્તમરાય જોષીપુરાના પૌત્ર) (૧૯૭૧)

1. A Critical Study of Mahesh Dattani’s Plays (2009)

 • ડૉ. વિસ્મિત પ્રદ્યુમ્ન જોષીપુરા (૧૯૭૭)
’દૈનિક ભાસ્કર’માં મેડિકલ સાયન્સ અને આરોગ્ય વિષે જનજાગૃતિના અનેક લેખો
પ્રોફ઼ેશનલ જર્નલોમાં અનેક પ્રકાશનો

One Response to “સ્વ. પુરુષોત્તમરાય રામજી જોષીપુરાના વેલામાં સાહિત્યકારો”

 1. હરીશ દવે (Harish Dave) Says:

  અરે મિત્ર! અહીં તો તમારી ઓળખ તમે છતી કરી દીધી છે! “આ બ્લૉગ અને મારા વિષે” પર તમે તમારી ઓળખ છૂપી રાખી છે!

  ફરતાં ફરતાં અહીં આવ્યો તો …. વાહ! તો તમે જોષીપુરા પરિવારના …. સરસ.

  મઝાનો બ્લૉગ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: