વર્ડપ્રેસ પર ગુજરાતીમાં બ્લૉગ શી રીતે લખશો?

ગૂગલનું ટ્રાન્સલિટરેટર ગડબડિયું છે. ગૂગલનું ટ્રાન્સલિટરેટર ન વાપરશો.

આ બ્લૉગ પર જે લિપિની શુદ્ધતા જુઓ છો તેનો એક ટકો પણ ગૂગલ ટ્રાન્સલિટરેટર દ્વારા શક્ય નથી.
દાખલા તરીકે: દ + વ = દ્વ (દ્વારકા), દ + ધ = દ્ધ (યુદ્ધ), દ + ર = દ્ર (દ્રવિડ), દ + ઋ = દૃ (દૃષ્ટિ), દ + ભ = દ્ભ અને દ + ગ = દ્ગ (શ્રીમદ્ભગવદ્ગીતા), દ + મ = દ્મ (પદ્મલોચન),  દ + ય = દ્ય (ઉદ્યમ), દ + દ = દ્દ (જિદ્દી), શ + ર = શ્ર (શ્રીમતિ), શ + વ = શ્વ (અશ્વમેધ), શ + ચ = શ્ચ (પશ્ચિમી સંસ્કૃતિ), જ + ઞ = જ્ઞ (વિજ્ઞાન), ટ + ટ = ટ્ટ (બટ્ટો), ડ + ડ = ડ્ડ (કબડ્ડી),  ઢ + ઢ = ઢ્ઢ (ઢઢ્ઢો), ઠ + ઠ = ઠ્ઠ (ઠઠ્ઠા-મશ્કરી), ત + ત + વ = ત્ત્વ (તત + ત્વ = તત્ત્વ) ઙ + ક = ઙ્ક  (નિઃશંઙ્ક) – ગૂગલ દ્વારા લખી જુઓ!

ઉપર જતાં ગૂગલનું ટ્રાન્સલિટરેટર મન ફાવે તેમ ખોટી જોડણીઓ પણ સુઝાડે છે. સરવાળે ભાષાનો અને તેમાં વ્યક્ત થતા વિચારોની સ્પષ્ટતાનું નખ્ખોદ જાય છે. [તમારું MS Word ખોટા સ્પેલિંગ સૂચવે જોઇએ!]

એક વખત ખોટી રીતે લખાઈ જાય અને બેકસ્પેઇસ દબાવવી પડે પછી વર્ડપ્રેસમાં ગુજરાતી લખવાનું મૂકી ગૂગલના ટ્રાન્સલિટરેટરને સુરતી સંભળાવવાનું મન થાય છે ને?

એની જગ્યાએ સાદું સીધું બરહ વાપરો. એ મફત છે અને કામ કરે છે. વાપરનારનું બ્લડપ્રેશર પણ નીચું રહે છે. બેકસ્પેઇસની કી સાવ અણધારી નથી ચાલતી. જીવને થોડી ઘણી શાંતિ રહે છે.

મેં પોતે એને આઠ-નવ લિપીમાં વાપરી જોયું છે. દરેક લિપિમાં એ સરસ ચાલે છે. વળી એની ટીમ પણ આપણાં સૂચનો સાંભળે છે.

 1. પહેલી વખતે –  બરહની વેબસાઇટ પર જાઓ અને બરહની સૌથી નવી વર્ઝન ડાઉનલૉડ કરી કોમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરો
 2. દર વખતે
  1. બ્રાઉઝર પર તમારા બ્લૉગના એડિટર સુધી જેમ જતા હતા તેમ જ જાઓ
  2. કોમ્પ્યુટર પર “Baraha Direct” ચાલુ કરો
  3. બ્રાઉઝર પર બ્લૉગના એડિટરના બોક્સમાં ક્લિક કરો
  4. કોમ્પ્યુટર પર જમણા, નીચેના ખૂણામાં “EN” લખેલું દેખાશે
  5. તેના પર માઉસની જમણી ક્લિક કરો
  6. ઉભરાયેલા મેનુમાં Language > Gujarati > Unicode જઈ, માઉસની ડાબી ક્લિક કરો
  7. “EN”ની જગ્યાએ હવે પીળા રંગના ચોકઠામાં “GU UNC” વંચાશે – ન વંચાય તો ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી સૂચના ફરીથી અનુસરો
  8. એક વાર પીળું ચોકઠું દેખાય એટલે મંડો “લખવું હોય તેમ લખવા”. ગૂગલની જેમ ખોટી સલાહ-સૂચના આપી આ સોફ઼્ટવેયર દોઢ-ડહાપણ નહીં કરે
  9. કામ પતે એટલે પીળા ચોકઠાને જમણી ક્લિક કરી, ‘Exit’ પર ડાબી ક્લિક કરી નાખશો એટલે બધું અંગ્રેજીમાં ચાલવા માંડશે
 • મને બ્લૉગ પોસ્ટિંગમાં ધારી જગ્યાએ ફોટા ગોઠવતાં આવડી જશે પછી હું ઉપરના દરેક તબક્કાના ફોટા પણ અહીં મૂકીશ
 • માનો કે વચ્ચે તમારે બીજી કોઈ વસ્તુ (જેમ કે આઉટલૂક કે ચૅટ) અંગ્રેજીમાં વાપરવી પડી તો બેધડક વિન્ડો બદલી લખવા માંડો. તમારી ભાષાનું સેટિંગ માત્ર બ્રાઉઝર પૂરતું જ રહેશે
 • વચ્ચે વચ્ચે બીજી લિપિ વાપરવી પડી તો ઉપર મુજબ ગુજરાતીની જગ્યાએ બીજી લિપિ પસંદ કરી એટલો વિભાગ લખી નાખવો અને પછી પાછા ગુજરાતીમાં આવી જવું
 • આ જ તરકીબ તમે બીજા પ્રોગ્રામોમાં પણ વાપરી શકશો – MS Word, Notepad, Baraha, Barahapad – ટૂંકમાં જ્યાં જ્યાં યુનિકોડ ચાલશે ત્યાં ત્યાં બરહ ચાલશે
 • ગૂર્જરી ગુણગંભીરગિરા – ગુજરાતી શાણી વાણી રાણીની સેવા કરો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: