આ બ્લૉગ વિષે અને મારા વિષે

આ બ્લૉગ મૂળે તો ગદ્ય (નિબંધ, વાર્તા વગેરે) અને પદ્ય (કવિતાઓ, ગઝલો, ગીતો વગેરે) બન્ને માટે લખવા ધાર્યો હતો. એમાં પદ્ય લખવું સહેલું પડ્યું.

ઉપરાંત, તમે અહીં મૂકેલ Licensing and Copyright વાંચશો તો ખ્યાલ આવશે કે એ પદ્ય માટે જ યોગ્ય છે.

લોકભોગ્યતાને જે દિવસથી ’કવિનાશ’નું લક્ષણ ગણાવી છે તે દિવસથી કાવ્યો તો સાવ વિસરાતાં જાય છે. આવી વાંઝણી પંડિતાઈની સામે મને વાંધો છે. આથી “સંગીતકારોને માટે” લેખ લખ્યો છે.

કશાક કારણોસર ગુજરાતીમાં પદ્યરચનાઓ બહુ વેચાતી નથી. પ્રકાશકમિત્રો એ વિષે વધુ જાણે.

નવું લખાય છે તેમાં વખણાય છે તે મોટા ભાગે પરસ્પર પ્રશંસાના કારણે વખણાય છે. નામની પાછળ પડેલા ગુણવત્તા અને સાચકલાઈ સાથે ઘણી વાર સમાધાન કરી બેસે છે. હું પણ માટીપગો જ છું. આથી મેં મારું પદ્યનું નામ જુદું રાખવા વિચાર્યું છે.

ઉપરાંત, ’પ્રમથ’ તે મારું તખલ્લુસ છે અને તે નામે મને ગુજરાતી બ્લૉગવિશ્વ ઓળખે તે સારું છે. મારા વ્યવસાયમાં ગંભીર અને લગભગ મૂંજી રહેવાનો મહિમા છે આથી મારું સાચું નામ સર્ચ એન્જિનની હડફેટે સાહિત્ય બાબતે ન ચડે તેમાં આપણા બધાનો ફાયદો છે!

મારી રચનાઓ લોકગીતો થઈ જાય અને મને જ કોઈ સંભળાવે તેની સામે તો જ્ઞાનપીઠનો (કે જ્ઞાનપીઠાંનો) નશો પણ ઓછો નહીં કે? ક્યારેક હું મારો પરિચય અહીં મૂકીશેય તે – પણ અત્યારે તો આટલું ઓછું છે? કવિની ચિંતા છોડી, મુક્ત હૃદયે કાવ્યો ગવાય અને સંભળાવાય તેથી રૂડું (સાહિત્યમાં) શું?

ઇન્ટરનેટ લોકભોગ્ય બન્યું તે પહેલાંથી તેની સાથે કામ કરવાનું મારા ભાગે આવેલું છે. ઇન્ફ઼રમેશન સિક્યોરિટીના ક્ષેત્રમાં વરસો સુધી કામ કરતાં કરતાં મેં વેબ પર રહેલી વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ થતો જોયો છે. આથી મારા વિષે ઘણી ઓછી માહિતી મેં રાખી છે. ગુજરાતી મિત્રોને મારી વિનમ્ર સલાહ કે તમે પણ માત્ર તમારા અંગત જીવનની લઘુતમ માહિતી જ રાખો તો સારું.

માત્ર મૌલિક જ પ્રકટ કરવું તેવી ધૂન છે આથી થોડું ધીમું લખાય છે. આથી થોડી ક્ષમા, થોડી ધીરજ અને થોડી યાદશક્તિ વાપરી અવારનવાર આ જગ્યા તપાસતા રહેજો!

11 Responses to “આ બ્લૉગ વિષે અને મારા વિષે”

  1. chandravadan Says:

    Possibly my 1st visit to this Blog !
    Read/Reviewed….Nice Blog with nice Rachana.
    No NAME…but that is how you desired..and so wrote>>>>
    ’પ્રમથ’ તે મારું તખલ્લુસ છે અને તે નામે મને ગુજરાતી બ્લૉગવિશ્વ ઓળખે તે સારું છે.
    Thanks for your recent visits/comments on my Blog CHANDRAPUKAR.
    I wish you all the BEST !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Hope you REVISIT my Blog !

  2. પરાર્થે સમર્પણ Says:

    ભાઈ શ્રી પ્રમથ ,
    આપ તખ્ખલુસ દ્વારા ઓળખ આપી સારું સાહિત્ય સર્જન કરવા ધારો છો.
    આપનો બ્લોગ અને સર્જન સુંદર છે. અભિનંદન.
    ” સાહિત્યમાં હું સર્વની સાથ છું, પણ મારી ઓળખાણ કોઈને દેતો નથી રે.”

    સ્વપ્ન

  3. યશવંત ઠક્કર Says:

    પ્રમથજી,
    નૂતન વર્ષાભિનંદન.
    મજાનું લખાણ છે. ગમે છે.ગમતું રહેશે.

  4. 2010 in review « મૌલિક ગુજરાતી સાહિત્ય Says:

    […] આ બ્લૉગ વિષે અને મારા વિષે August 2010 4 comments 4 […]

  5. Naresh shukla Says:

    શ્રી પ્રમથજી,
    તમારા બ્લોગ પર પહેલીવાર આવ્યો. ખુબ આનંદ થયો. અભિનંદન. આ પ્રકારનું કામ ભવિષ્યમાં ઘણું મુલ્યવાન સાબિત થવાનું છે. શક્ય હોય તો નીચેની સાઈટ પર રચના મોકલશો.
    કુશળ હશો.

    http://www.sahityasetu.in
    ડૉ. નરેશ શુક્લ

  6. pramath Says:

    ડૉ. નરેશભાઈ,
    ઉત્સાહ વધારવા માટે આભાર!
    આપે કહેલ સાઇટ ઘણી મૂલ્યવાન છે. જરૂર વિચારીશ. હા, એ સાઇટ હપતાવારી સાયન્સ ફ઼િક્શન નવલકથા બહાર પાડવાને રાજી થાય? તો મને રસ ઘણો વધારે 🙂 બાકી કવિતામાં હું ક્યાંનો પ્રેમાનંદ કે છપાવે ગુજરાતીનું ગૌરવ વધે?
    સ્નેહાધીન,
    -’પ્રમથ’

    • pramath Says:

      ડૉ. નરેશભાઈ,
      આપના જેવા સુજ્ઞ વાચકને કદાચ આ બ્લૉગ પર ’લિખિત શબ્દનું શ્રાદ્ધ’ [https://rachanaa.wordpress.com/2011/05/16/%E0%AA%B2%E0%AA%BF%E0%AA%96%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7/] રચના ગમશે!
      -’પ્રમથ’

  7. હરીશ દવે (Harish Dave) Says:

    મિત્ર! તમે સાહિત્યપ્રેમી જો**રા પરિવારમાંથી જ , બરાબર?
    અને પ્રણવભાઈ જો*** ગાંધીનગર છે તે પણ આ જ પરિવાર કે નહીં ?

    કદાચ આપના પરિવાર સાથે કાંઈક પરિચય છે તેવો ખ્યાલ આવે છે.. ખેર. મળતા રહીશું .. પધારો મારા બ્લોગ પર. ત્યાં મારું મેઇલ આઇ ડી છે. સંપર્ક થઈ શકે?

Leave a reply to પરાર્થે સમર્પણ જવાબ રદ કરો