આ બ્લૉગમાં તમારું પ્રદાન

 1. તમે અહીં આવો અને વાંચો તે
 2. તમે તમને ગમતી રચનાઓને “રે‍ઈટ” કરો તે
 3. તમે બીજાને આ બ્લૉગ વિષે કહો તે
 4. તમે મને આ બ્લૉગમાં રહેલા તથ્યદોષ (ખોટી માહિતી), તર્કદોષ (ખોટી દલીલો) અને ભાષાદોષ (ખોટી જોડણીઓ, ખોટું વ્યાકરણ કે ખોટા છંદો કે એવું કશુંક) કહો અને તે પરથી હું સુધારું તે
 5. તમે “તમે સુધારો” વિભાગની રચનાઓ પર પોતાનો હાથ જમાવો તે
 6. તમે અહીં મૂકેલી કોઈ ગઝલની તઝમીન કે કોઈ કાવ્યની પાદપૂર્તિઓ કરો તે
 7. તમે અહીં મૂકેલી કોઈ રચનાને સંગીતબદ્ધ કરો તે

આ બધામાં નવીનવાઈ માત્ર ચોથા પ્રદાનની છે. તેના વિષે:

સરવાળે સારી રચના તે હેતુ છે. “મેં રચ્યું તે બ્રહ્મવાક્ય” તે તો મિથ્યાભિમાન છે.

વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજિસ્ટો એક વાર ખોટા સાબિત થાય પછી પૂંછડું છોડી દે છે. કલાકારો સાધારણ રીતે આવા મિથ્યાભિમાનથી ભરેલા હોય છે.

આથી બહુ બધી પ્રતિભાઓ ધરાવવા છતાં અને બહુ બધા સમયથી અસ્તિત્વમાં હોવા છતાં કલાએ જીવન બદલ્યું છે તેના પ્રમાણમાં બહુ અલ્પ સમયમાં, બહુ વ્યાપક રીતે અને બહુ અસરકારક રીતે વિજ્ઞાને અને ટેક્નોલોજીએ બદલ્યું છે.

તો કલા પણ ઉત્તરોત્તર સારી કેમ ન બની શકે?  “વર્ઝન” તે માહિતીયુગનો મહામંત્ર છે. ભૂલો હોય છે અને તેમને બીજી વર્ઝનમાં સુધારી લઈએ એટલે ઉત્તરોત્તર વધુ સારી ગુણવત્તા બનતી જાય ને?

નીચી મૂછ વાળા ગુજરાતીનો પહેલો દાખલો – તમે સુધારા સૂચવો અને હું બદલીશ!

2 Responses to “આ બ્લૉગમાં તમારું પ્રદાન”

 1. chandravadan Says:

  આ બ્લોગ પર પહેલા આવ્યો હતો….પણ “આ બ્લોગમાં તમારૂં પ્રદાન” પહેલીવાર જ વાંચ્યું !

  જે વાંચ્યું તે આધારીત, કંઈક ખ્યાલમાં આવ્યું. વાંચ્યું કે “તમે અહી આવો અને વાંચો”…તો, હું આવ્યો હતો અને પ્રતિભાવ પણ આપ્યો હતો….એથી, મનમાં કંઈક સંતોષ !..એનાથી આગળ જઈ શક્યો નથી..પણ જરૂર પધારતો રહીશે !>>એક ” ચંદ્ર” ..એક મામા !
  Hope to come back !…Wishing ALL THE BEST !

 2. યશવંત ઠક્કર Says:

  બહુ જ સાચી વાત કહી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: