તમારે શા માટે આ બ્લૉગ પર અવારનવાર આવવું જોઇએ?

બ્લૉગ તે સામાન્ય વેબસાઇટ નથી. બ્લૉગ જીવતો સંગ્રહ છે. તમે કોઈ પણ બ્લૉગને ધ્યાનથી જોશો તો નવીનતમ પોસ્ટિંગો પહેલા દેખાશે. જૂની રચનાઓ પાછળ જતી જશે.

મારી પાસે વીસ વરસથી લખાયેલી ત્રણસો જેટલી પદ્ય રચનાઓ છે. હું અતિશય વ્યસ્ત રહું છું.  આથી ધીમેધીમે રચનાઓ ચડાવ્યે જાઉં છું. જો વારંવાર આવશો તો નવું નવું વાંચવા મળશે. મફત કવિતાનું મેગેઝિન જ સમજી લો ને!

ઉપરાંત, મારી બધી રચનાઓ કંઈ પૂરી નથી થયેલી! મને કાંઈ મહાકવિઓ જેવું લખતાં થોડું આવડે છે? બે પંક્તિ લખાઈ હોય અને અધૂરું રહ્યું હોય તેવું ઘણું છે. એવું પણ બને કે  એ વાંચી બે પંક્તિઓ તમને પણ સૂઝી આવે. આથી એક વાર બધી રચનાઓ બ્લૉગ પર ચડી જાય પછી આપણે કવિતાની પાદપૂર્તિનો (અને ગઝલની તઝમીનનો) વિભાગ કાઢીશું.

વળી, મોટા ભાગના કવિઓ પોતાની પ્રતિભા અને શબ્દના સર્વોપરીપણા વિષે ફીફાં ખાંડે છે. દુનિયાની કોઈ કવિતા સંગીત વિના સફળ નથી થઈ. આથી એક વાર બધું બ્લૉગ પર ચડી જાય પછી (મારા ભેંસાસુર અવાજમાં) હું જે તે કવિતાની અડસટ્ટે તરજ પણ અપલૉડ કરીશ જેથી હું અને તમે તો બાથરૂમ સિંગીંગમાં ગુજરાતી ગાઈ શકીએ! (જો સંગીતકારો આમાં સાદ પુરાવે તો એમનો આભાર!)

ઉપરાંત, સાચે જ, છપાય છે તેમાંની ઘણી કવિતાઓને કવિની પોતાની મદદ વિના સમજવી અશક્ય હોય છે. મને પણ બીજાની કવિતાઓ સમજવામાં ક્યારેક આંચકા આવે છે. (કોઈએ સીતાંશુ યશશ્ચન્દ્રની પાંચ કવિતાઓ પૂરી સમજી છે?) આથી કોમેન્ટ વિભાગમાં હું મારી કવિતાની મારા જ શબ્દોમાં સમજણ મૂકવાનો છું.

ઉપરાંત, તમે પણ લખજો કે તમને શું ગમ્યું અને શું નહીં, શું વધુ સારું થઈ શકત, ક્યાં તમે એ કવિતા યાદ આવી! એક વાર જનમ્યા પછી જો માણસ સુધરી શકતો હોય તો એક વાર લખાયા પછી કવિતા શા માટે નહીં?

સરવાળે, પુસ્તક કરતાં વેબ પર કવિતાનો વધુ આનંદ મળી શકશે. તમારે બે વાત કરવી પડશે:

૧. આ બ્લૉગ પર અવારનવાર આવવું પડશે અને

૨. તમારી પ્રિય રચનાઓને તપાસતા રહેવી પડશે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: